<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

અમરેલીના બાબરાના મોટાદેવળીયા ગામે ચેકડેમના ઊંડા પાણીમાં ડૂબી જતાં ચાર યુવાનોના કરૂણમોત

રાજકોટના નવાગઢના મામાના ઘરે આવેલા સગા ભાઈઓ સહીત ચાર યુવકોના મોતથી સમગ્ર પંથકમાં શોક છવાઈ ગયો

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટાદેવળીયા ગામે આજે(25 સપ્ટેમ્બર) એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામમાં આવેલા ચેકડેમમાં નાહવા પડેલા એક સગીર સહિત 4 યુવાનો ઊંડા પાણીમાં ડૂબી જતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ કરુણ ઘટનામાં ડૂબનારા ભલા પ્રવીણભાઈ જેઠવા અને સગીર કેવિન પ્રવીણભાઈ જેઠવા બંને સગા ભાઈઓ છે. તેઓ મૂળ રાજકોટ જિલ્લાના જેતપુર પાસે આવેલા નવાગઢના વતની છે અને મોટાદેવળીયા મુકામે પોતાના મામાના ઘરે આવ્યા હતા. બે સગા ભાઈઓ સહિત ગામના બે યુવાનો પણ ચેકડેમમાં ડૂબી જતાં બંને પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ચાર યુવકો પૈકી બે મોટા દેવળિયા ગામના હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય બે યુવકો જેતપુરના નવાગઢના વતની હતા. મૃતકોની ઓળખ કનુભાઈ દેવજીભાઈ શિંગાળા, સચિનભાઈ કાળુભાઈ શિંગાળા, ભલા પ્રવીણભાઈ જેઠવા અને કેવિન પ્રવીણભાઈ જેઠવા તરીકે થઈ છે.

(7:42 PM IST)