<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ITRA જામનગર ખાતે 20 થી 23 મે દરમિયાન અનિયમિત મળપ્રવૃત્તિ માટે નિ:શુલ્ક આયુર્વેદિક ઓપીડી, સવારે 9 થી 12 વાગ્યા સુધી મળશે નિષ્ણાત સલાહ

મૌલિક સિદ્ધાંત વિભાગ દ્વારા આયુર્વેદ હોસ્પિટલના ઓપીડી નં. B-9 ખાતે વિશેષ સારવાર કેમ્પ, ઢીલો-કઠણ મળ, વારંવાર મળપ્રવૃત્તિ અને મળમાં ચીકાશ જેવી સમસ્યાઓનું થશે નિદાન :ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરી

 

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 18 : વર્તમાન સમયમાં વધી રહેલી અનિયમિત મળપ્રવૃત્તિની ગંભીર સમસ્યાને ધ્યાને લઈને ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA) જામનગર ખાતે ચાર દિવસીય નિ:શુલ્ક વિશેષ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે.

 

સંસ્થાના મૌલિક સિદ્ધાંત વિભાગ દ્વારા તા. 20 મે થી 23 મે 2026 દરમિયાન આયુર્વેદ હોસ્પિટલ, સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલા ઓપીડી નં. B-9 ખાતે સવારે 9 થી 12 દરમિયાન આ વિશેષ સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 

આ ઓપીડીમાં વારંવાર મળપ્રવૃત્તિ માટે જવું પડતું હોય, ઢીલું કે કઠણ મળ આવતું હોય, જમ્યા પછી તરત મળપ્રવૃત્તિ માટે જવું પડતું હોય, મળમાં ચીકાશ રહેતી હોય જેવી સમસ્યાઓ માટે તજજ્ઞ આયુર્વેદાચાર્યો દ્વારા સંપૂર્ણ આયુર્વેદ પધ્ધતિથી નિદાન, સારવાર અને સલાહ આપવામાં આવશે. આ ઉપરાંત દર્દીઓને આહાર અને જીવનશૈલી અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.

 

સંસ્થાના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરી દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે કે અનિયમિત મળપ્રવૃત્તિથી પીડાતા દર્દીઓએ આ નિ:શુલ્ક સેવાનો મહત્તમ લાભ લેવો.

(5:01 PM IST)