<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

મોરબીમાં વૈદરાજ એન જે કોરડીયાના જન્‍મદિવસે ૨૦ સ્‍થળોએ નિઃશુલ્‍ક સેવા કેમ્‍પ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૪: વૈદરાજ એન જે કોરડીયા પોતાના ૬૬ માં જન્‍મદિવસની અનોખી ઉજવણી કરવાનું આયોજન કર્યું છે તા. ૦૯-૧૧ ના રોજ જન્‍મદિવસ પ્રસંગે મોરબી અને આસપાસના ગામોમાં ૨૦ સ્‍થળોએ નિઃશુલ્‍ક સેવા કેમ્‍પ યોજાશે જે કેમ્‍પમાં જરૂરિયાતમંદ લોકોને આયુર્વેદિક ઉત્‍પાદનોનું નિઃશુલ્‍ક વિતરણ કરવામાં આવશે.

જે સેવા કેમ્‍પ સવારે ૯ થી બપોરે ૧૨ સુધી યોજાશે જેમાં નેત્રબિંદુ આંખના ટીપા, હરસના મલમ તેમજ તપોભૂમિની રી એક્‍ટીવ દુખાવાની ટયુબનું નિશુલ્‍ક વિતરણ કરવામાં આવશે સેવા કેમ્‍પ મોરબીના દેવ પાર્ક, પટેલનગર, સુદર્શન સોસાયટી, લીલા લહેર, નરસંગ ટેકરી, સુપર માર્કેટ, ચિત્રકૂટ ચોક, અવધ - શ્રી કુંજ, જનતા સોસાયટી, સરદાર સોસાયટી, સોમનાથ મહાદેવ મંદિર, ચકીયા હનુમાન મંદિર અને અવની રોડ સહિતના સ્‍થળોએ યોજાશે મહાબલી હનુમાન મંદિર ઝીકીયારી, લુંટાવદર, ટંકારા, બગથળા, વાંકડા, હડમતીયા અને શનાળા ગામમાં સેવા કેમ્‍પ યોજાશે

(10:44 AM IST)