News of Monday, 28th September 2026
દરેડમાં ઉછીના નાણા ન આપતા બિહારી યુવાનને મિત્રોએ પતાવી દીધો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૮: મુળ બિહાર અને હાલ જામનગર તાલુકાના દરેડ ગામે રહેતા સુગ્રીમકુમાર શ્યામસુંદર વર્મા(ઉ.વ. ૩૭)એ પંચ બી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. ર૪ ના રોજ દરેડ ગામે આવેલ વાછરા દાદાના મંદિર પહેલા આવેલ સ્મશાનમાં આ કામેના આરોપીઓ વિમલ પરમાર તથા ખોડાભાઈ ઉર્ફે ખોળુ તથા વિરમ ઉર્ફે રાઘે, રવીરાજસિંહ કંચવા રહે. બધા દરેડવાળાઓએ ફરીયાદીના સાળા સુર્યકાન્ત ઉર્ફે સુર્યા બિટેશ્વર પ્રસાદ(ઉ.વ. ૨૮)ને આરોપીઓ જે તેમના મિત્રો હોય તેની સાથે બેસેલ હતા ત્યારે આરોપી વિમલ પરમારે સુર્યકાન્ત પાસે વાપરવા માટે ઉછીના રૂપિયા માંગેલ હતા જે રૂપિયા સુર્યકાન્તે ન આપતા આરોપીઓએ સુર્યકાન્તને લાકડીના ધોકા તથા ઢીકાપાટુનો માર મારી ગંભીર ઈજાઓ કરી અને ત્યાં જ છોડી જતા રહેલ બાદ બિહારી યુવાનને સારવાર અર્થે લઇ જતા તા. ૨૬ના રોજ સારવાર દરમ્યાન મોત નિપજતા આ તમામ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે. જે બનાવ હત્યામાં પરિણમ્યો છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
