News of Saturday, 14th November 2026
મીઠાપુર ન્યુ માર્કેટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્નેહમિલન યોજાયું

મીઠાપુરઃ નૂતન વર્ષ નિમિતે મીઠાપુર ન્યુ માર્કેટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શ્રી આશાપુરા માતાજી ના મંદિરે ટાટા કેમિકલ્સ લિમિટેડ ના અધિકારીઓ સાથે એક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મીઠાપુર ટાટા કેમિકલ્સ લિમિટેડ ના વાઇસ પ્રેસિડેન્ટ અને સાઇટ હેડ વિક્રાંત, હિતેન્દ્ર પાઢ તેમજ ટાટા ટાઉન અધિકારી મોઢવાડીયા ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સ ની કમિટી દ્વારા અધિકારીગણનું સાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ન્યુ માર્કેટના વેપારી ભાઈઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજન ને સફળ બનાવવા માટે ન્યુ માર્કેટ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ રિતેશભાઈ ગોકાણી તેમજ આખી કમિટીએ મહેનત ઉઠાવી હતી.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
