News of Wednesday, 21st October 2026
ગજેરા કેમ્પસ વિદ્યાસભાના વિદ્યાર્થીનો રાજય કક્ષાની એથ્લેટિકસ સ્પર્ધામાં નવો રેકોર્ડ : અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યુ
આ સિદ્ધિ વિદ્યાર્થીની સખટ મેહનત, શિષ્ટબધ તાલીમ અને દ્રઢ સંકલ્પનું પરિણામ છે : પ્રમુખ વસંતભાઇ ગજેરા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૧ : નડિયાદ ખાતે આયોજિત શાળાકીય અંડર-૧૪ ભાઈઓ રાજ્યકક્ષા એથલેટિક્સ સ્પર્ધા તાઃ ૧૩-૧૦-૨૦૨૬ થી ૧૫-૧૦-૨૦૨૬ દરમિયાન આયોજન કરવામાં આવેલ જેમાં ગજેરા કેમ્પસ DLSS નો વિદ્યાર્થી વાઘેલા કિશન હાઈ જંપ ઇવેન્ટ માં ઉત્કળષ્ટ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ ( GOLD Medal ) પ્રાપ્ત કર્યો છે અને શાળા તથા અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યું છે. વિજેતા ખેલાડી ને ખૂબ ખૂબ અભિનંદના અને ભવિષ્ય ગજેરા કેમ્પસ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી. ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના વિદ્યાર્થીઓની આ ઐતિહાસિક સિદ્ધિ તેમની સખત મહેનત, શિસ્તબદ્ધ તાલીમ અને દૃઢ સંકલ્પનું પરિણામ છે. રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓએ સ્થાપિત કરેલો નવો રાજ્યકક્ષાનો રેકોર્ડ સમગ્ર અમરેલી જિલ્લા માટે ગૌરવની વાત છે. આ સફળતા અન્ય વિદ્યાર્થીઓને પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરણા આપશે.વાઘેલા કિશન એ હાઈ જંપ માં સમગ્ર ગુજરાતમાં ન્યૂ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ મેળવેલ છે. સંસ્થામાં તજજ્ઞો દ્વારા શિક્ષણ કાર્ય તેમજ વિદ્યાર્થીઓએ રમત-ગમત ક્ષેત્રે સતત કોચ દ્વારા પ્રશિક્ષણ મેળવી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે તે બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા અને મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ હ ખેલાડી, તેમજ કોચ મિલનભાઈ વ્યાસ અને ટ્રેનર પૂજાબેન બાંમભણીયા અને વૈશાલીબેન પાટડીયા ને અભિનંદન પાઠવ્યા હતા. તેમ વિદ્યાસભાની યાદી જણાવે છે.
(12:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
