<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

અમરેલીમાં કારગિલના શહીદોને ગજેરા કેમ્‍પસની અનોખી સલામી

શહીદોના સંતાનોને ૧૦૦% અને સૈનિકોના સંતાનોને ૫૦% શાળા ફી માફીની ઐતિહાસિક જાહેરાતઃ અમર જવાન સ્‍મારક સુધી દેશભક્‍તિ રેલી યોજાઈ

અમરેલી, તા.૨૮:  કારગિલ વિજય દિવસ નિમિત્તે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્‍પસ - વિદ્યાસભા, અમરેલી ખાતે દેશભક્‍તિ, શૌર્ય અને રાષ્‍ટ્રસેવાની ભાવનાથી ઓતપ્રોત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સંસ્‍થાના નિવાસી વિદ્યાર્થીઓએ ગજેરા કેમ્‍પસથી ડો. જીવરાજ મહેતા ચોક સ્‍થિત અમર જવાન સ્‍મારક સુધી વિશાળ સ્‍લોગન સાથે રેલી યોજી કારગિલના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

અમર જવાન સ્‍મારક ખાતે પુષ્‍પાંજલિ, સૂતર આટી તથા બે મિનિટનું મૌન પાળી દેશ માટે સર્વોચ્‍ચ બલિદાન આપનાર વીર જવાનોને યાદ કરવામાં આવ્‍યા હતા. દરમિયાન દેશભક્‍તિના નારા અને રાષ્‍ટ્રપ્રેમના સંદેશથી વાતાવરણ ગુંજી ઉઠ્‍યું હતું.

આ પ્રસંગે કેમ્‍પસ ડાયરેક્‍ટર વસંતભાઈ એન. પેથાણીના માર્ગદર્શન હેઠળ હોસ્‍ટેલ વિભાગ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્‍યું હતું. વિદ્યાર્થીઓએ દેશપ્રેમ, શિસ્‍ત, મહેનત અને રાષ્‍ટ્રસેવાના મૂલ્‍યોને જીવનમાં ઉતારવાનો સંકલ્‍પ વ્‍યક્‍ત કર્યો હતો. કાર્યક્રમનું મુખ્‍ય આકર્ષણ સંસ્‍થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્‍ટી અશોકભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખુંટ, ટ્રસ્‍ટી મનસુખભાઈ ધાનાણી તથા ટ્રસ્‍ટ મંડળ દ્વારા કરવામાં આવેલી ઐતિહાસિક જાહેરાત મુજબ, દેશ માટે શહીદ થયેલા વીર જવાનોના પુત્ર-પુત્રીને ગજેરા કેમ્‍પસમાં ૧૦૦ ટકા શાળા ફી માફી આપવામાં આવશે. ઉપરાંત ભારતીય સેનામાં હાલ ફરજ બજાવતા તેમજ નિવળત્ત થયેલા સૈનિકોના પુત્ર-પુત્રીને ૫૦ ટકા શાળા ફી માફી આપવામાં આવશે

(1:43 PM IST)