<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

માંગરોળનાં સામરડામાં જૂગાર દરોડોઃ ૮.૩૭ લાખનો મુદામાલ જપ્ત

શીલ પોલીસને અંધારામાં રાખીને એસએમસીની રેઇડઃ ૧૦ ઝડપાયાઃ રપ ફરાર

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૪ :.. માંગરોળ તાલુકાની શીલ પોલીસને અંધારામાં રાખી એસએમસીએ સામરડા ગામે દરોડો પાડી જુગાર રમતા ૧૦ ઈસમોને રોકડ વાહનો સહિત ઈં ૮.૩૭ લાખના મુદ્દામાલ સાથે પકડી પડ્‍યા હતા કાર્યવાહી દરમિયાન જુગારધામના સંચાલકો સહિત ૨૫ શખશો નાસી જતા પોલીસે વધુ તપાસ હાથ કરી હતી.

સ્‍ટેટ મોનીટરીંગ સેલની ટીમ બુધવારે જુનાગઢ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. ત્‍યારે બાતમી મળી હતી કે, માંગરોળ તાલુકાના શીલ પોલીસ સ્‍ટેશન હેઠળના સામરડા ગામે રામદેવપીરના મંદિર પાસે જાહેરમાં ભરત લખમણ ગરેજા, દિલીપ ભૂરા ભુતીયા અને કરણ સોમાત વાસણ રહે. સામરડા જુગાર રમાડી નાલ ઉઘરાવે છે.

આ બાતમી આધારે મંદિરની સાઈડમાં આવેલ ખુલ્લી જગ્‍યામાં ઓટલા ઉપર ચાલતા જુગાર ધામ પર રેડ કરી હતી જે દરમિયાન ૩૫ જેટલા શખ્‍સો જુગાર રમતા જોવા મળ્‍યા હતા. એસએમસીના દરોડાથી જુગારીઓમાં ભાગાભાગી થતા પોલીસે કોર્ડન કરી જુગાર રમતા દિલીપ ભીમા વાસણ, વિવેક મના ભુવા, લખમણ મેરૂ મોકરીયા, ભરત સવદાસ બાલસ, ભાવેશ સવદાસ બાલસ, ભાવેશ ભીખુ મોકરીયા, રોહીત ભીમા મોકરીયા, ખમરા વજશી વાસણ, જયેન્‍દ્ર લખમણ જોરા અને રામા અરજણ મોકરીયાને ઝડપી લીધા હતા. 

પોલીસે સ્‍થળ પરથી રૂપિયા ૧,૪૭,૧૦૦ની રોકડ, ૧૯ વાહનો અને ૧૦ મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા ૮.૩૭,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ૨૫ જુગારીઓને વોન્‍ટેડ જાહેર કર્યા હતા.

નાસી ગયેલા પત્તા ઙ્કેમીઓના બાઈક મોબાઈલ મળી આવતા તેના આધારે શીલ પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. 


 

જુગારધામના સંચાલકો ફરાર જુગારીઓની તપાસ

સ્‍થળ પરથી જુગારધામના સંચાલકો ભરત લખમણ ગરેજા, દિલીપ ભૂરા ભુતીયા, કરણ સોમાત વાસણ તેમજ જુગારીઓ અજીત ભરડા, વિનુ નાગા મોકરીયા, કાંતિ સરવૈયા સહિત ૨૫ શખ્‍સો નાસી જતા પોલીસે તમામની શોધખોળ હાથ ધરી હતી.

(12:18 PM IST)