News of Wednesday, 23rd September 2026
જુનાગઢ જિલ્લાના શીલ પો.સ્ટે.ની હદમાંથી જુગાર ઝડપાયો : રૂ.૧,૪૭,૧૦૦ નો પત્તા પાનાનો જુગાર પકડી પાડતી સ્ટેટ મોનીટરીંગ સેલ
સાંબરડા ગામ, રામાપીર મંદીર પાસે ખુલ્લી જગ્યામાં દરોડો પાડીને જુગાર રમતા આરોપીઓને ઝડપી લેવાયા

જૂનાગઢ : જી.એસ.મલિક, IPS પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતી દારૂ-જુગારની પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ, જે સંદર્ભે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોને કામગીરી સોંપવામાં આવેલ.
સ્ટેટ મોનીટરીંગ સેલના પો.સબ.ઈન્સ.જે.એચ.સીસોદીયાનાઓએ સાંબરડા ગામ, રામાપીર મંદીર પાસે ખુલ્લી જગ્યામાં, તા.માંગરોળ, જિ.જુનાગઢ ખાતે રેઈડ કરી રોકડા રૂપીયા ૧,૪૭,૧૦૦/- તથા વાહનો નંગ-૧૯, મોબાઇલ ફોન નંગ-૧૦ તથા જુગારનુ સાહિત્ય સહીત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૮,૩૭,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ.
રેઇડ દરમ્યાન નીચે જણાવેલ પકડાયેલ ૦૯, નોટીસ આપેલ-૦૧ તથા વોન્ટેડ ૨૫ મળી કુલ-૩૫ આરોપીઓ વિરૂધ્ધ જુનાગઢ જિલ્લાના શીલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં- ૧૧૨૦૩૦૫૫૨૬૦૨૪૦/૨૦૨૬, જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુનો તા.૨૩/૦૯/૨૦૨૬ ના રોજ દાખલ કરાવેલ છે.
(૧) દિલીપ ભીમાભાઇ વાસણ રહે. સાંબરડાગામ તા.માંગરોળ જીલ્લો જુનાગઢ
(૨) વિવેક મનાભાઇ ભુવા રહે લુવાણા બોડીંગ પાસે માધવપુર જી. પોરબંદર
(3) લખમણભાઇ મેરૂભાઈ મોકરીયા રહે. પતાગામ તા. પોરબંદર
(૪) ભરત સવદાસભાઇ બાલસ રહે. મેખડીગામ તાલુકો માંગરળ જીલ્લો જુનાગઢ
(૫) ભાવેશ સવદાસભાઇ બાલસ રહે. મેખડીગામ તાલુકો માંગરળ જીલ્લો જુનાગઢ
(૬) ભાવેશ ભીખુભાઇ મોકરીયા રહે. ઇન્દીરાનગર, રામદેવપીરના મંદીરની સામે પોરબંદર
(૭) રોહીત ભીમાભાઈ મોકરીયા રહે. પતાગામ તા.જી.પોરબંદર
(૮) જખરા વજશીભાઇ વાસણ રહે. મંડેરગામ તા.જી. પોરબંદર
(૯) જયેન્દ્ર લખમણભાઇ જોરા રહે. દિપાલીનગર કેશોદ જી. જુનાગઢ
-: નોટીસ આપેલ- ૦૧ :-
(૧) રામાભાઇ અરજણભાઈ મોકરીયા ઉ.વ. ૬૭ રહે. સાંબરડાગામ તા.માંગરોળ જીલ્લો જુનાગઢ
-: વોન્ટેડ આરોપીઓ- ૨૫:-
(૧) ભરત લખમણભાઇ ગરેજા રહે. સાંબરડા ગામ તા. માંગરોળ જી.જુનાગઢ
(૨) દીલીપ ભુરાભાઇ ભુતિયા રહે. સાંબરડા ગામ તા. માંગરોળ જી.જુનાગઢ
(3) કરણ સોમાતભાઇ વાસણ રહે. સાંબરડા ગામ તા. માંગરોળ જી.જુનાગઢ
(૪) અજીત ભરડા રહે. પાતા ગામ તા.જી.પોરબંદર
(૫) વીનુભાઈ નાગાભાઇ મોકરીયા રહે. સર્વોદય સોસાયટી સાપર રાજકોટ
(૬) કાંતીભાઇ સરવૈયા રહે. સોદરડા તા. કેશોદ જી. જુનાગઢ
(૭) સ્થળ પર વાહનો મુકી નાસી જનાર ૧૭ આરોપીઓ તથા મોબાઇલ ફોન મુકી નાસી જનાર ૦૨ આરોપીઓ
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
