તા. ૧૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૫ શનિવાર
News of Saturday, 14th November 2026
રાજકોટ-મોરબી હાઈવે ઉપર ટંકારાની ભાગોળે ગમખ્વાર અકસ્માત : કાર ટીસીના પોલ સાથે ધડાકાભેર અથડાઈ
ખજુરા હોટલ નજીક સીએનજી પંપ પાસે સર્જાયેલા અકસ્માતમાં બે યુવાનો ગંભીર રીતે ઘાયલ, કારની સ્પીડ વધુ હોવાનો અંદાજ

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારા તા.૧૪ : રાજકોટ-મોરબી રોડ ઉપર ટંકારાના ભાગોળે ખજુરા હોટલ નજીક સીએનજી પંપની બાજુમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કાર ટીસીના પોલ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ટીસીના પોલના ટુકડા થઈ ગયા હતા. પોલના ટુકડા થતા કારની સ્પીડ વધુ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
અકસ્માતમાં બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંને યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક દૃષ્ટિએ અકસ્માત ગોળાઈ ન લેવાથી થયાનું જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે રોડ ઉપર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને વાહન વ્યવહારને અસર પહોંચી હતી. બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
