<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

વાંકાનેરમાં શ્રી ગણેશ ઉત્‍સવ સમિતિ દ્વારા ગણેશજીની શોભાયાત્રાઃ ગણેશ પંડાલના પ્રતિમા લઇ જોડાયા

શહેરના તમામ પંડાલોના ગણેશજી સ્‍થાપન પહેલા નગર યાત્રામાં જોડાશેઃ સાથે સાથે સંતો-મહંતો તથા વિવિધ ધાર્મિક સંસ્‍થાઓ, રાસ મંડળી, મહિલા ધુન-મંડળો તથા ડી.જે. પાર્ટી સાથે જીનપરા ચોકથી શોભાયાત્રા પ્રસ્‍થાન થઇ

 

 

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧પ :.. વાંકાનેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રી ગણેશ ઉત્‍સવ સમિતિ દ્વારા  શહેર તથા તાલુકાભર ગણેશ પંડાલોમાં બિરાજમાન થનાર ગણેશજી વિશાળ ભવ્‍ય શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ ઉપરાંત શોભાયાત્રામાં જોડાયેલ તમામ પંડાલ આયોજકોને આમંત્રીત કરવામાં આવ્‍યા છે. આ ઉપરાંત આ શોભાયાત્રામાં સંતો-મહંતો, વિવિધ ધાર્મિક સંસ્‍થાઓ રાસ મંડળીઓ, મહિલા ધુન-મંડળો તેમજ ડી. જે. ના સથવારે શહેરના જીનપરા ચોક ખાતે આવેલ વિશ્વકર્મા મંદિર ખાતેથી સવારે ૧૦ કલાકે પ્રસ્‍થાન થઇ જે શહેરના રાજમાર્ગો રસાલા રોડ, સીટી સ્‍ટેશન રોડ, ગ્રીનચોક, મેઇન બજાર, ચાવડી ચોક, દરબારગઢ રોડ, રામચોક, પ્રતાપ ચોક, ગોવર્ધન નાથજીની હવેલી થઇ માર્કેટ ચોક ખાતે પહોંચશે. જયાં તમામ ધર્મપ્રેમી ભાઇઓ-બહેનો તથા ગણેશ ભકતીને શોભાયાત્રામાં જોડાયેલ સંતો-મહંતો આ ધર્મસભાને સંબોધન કરવામાં આવેલ હતું.

આ શોભાયાત્રાના અધ્‍યક્ષ સ્‍થાને ધારાસભ્‍ય શ્રી જીતુભાઇ સોમાણી તેમજ સંતો-મહંતો રહ્યા હતા આ શોભાયાત્રાને સફળ બનાવવા રાજભાઇ સોમાણી, જીતેશભાઇ રાજવીર, અમિતભાઇ સેજપાલ, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પરેશભાઇ મઢવી, જીલ્લા ભાજપ મહામંત્રી અશ્વિનભાઇ મેઘાણી, પાલીકા પૂર્વ પ્રમુખ, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, રમેશભાઇ વોરા, હકાભાઇ ધરજીયા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

આ શોભાયાત્રાના રૂટ પર ઠેક-ઠેકાણે ઠંડા-પીણાની વ્‍યાવસ્‍થા પણ ઉભી કરવામાં આવી છે. આ વિધ્‍નહર્તાની નગરયાત્રા (શોભાયાત્રા)માં શહેર તથા તાલુકાભરના ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઇ પટેલ, ચેતનગીરી ગોસ્‍વામી, ડાયાલાલ સરૈયા, ગૌતમભાઇ ખાંડેખા, સહિતના જોડાયા હતાં.  બિરાજમાન થનાર તમામ ગણપતિ પંડાલના આયોજકો પોતાના વિસ્‍તારના ગણેશજીની પ્રતિમા લઇને શણગારેલ વાહનમાં ઉપસ્‍થિત રહેનાર પંડાલ સંચાલકોને ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી દ્વારા રોકડ પુરસ્‍કાર આપી નવા-જવામાં આવ્‍યા હતાં. અને તમામ પંડાલના આયોજકોને શુભકામના પાઠવેલ હતી. શોભાયાત્રામાં ૪પ થી વધુ પંડાલમાં બિરાજમાન થનાર વિધ્‍નહર્તાની પ્રતિમા લઇ હર્ષભેર જોડાયા હતાં.

શોભાયાત્રા પુર્ણ થયા બાદ ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી દ્વારા તાલુકામાંથી જોડાયેલ પંડાલના સંચાલકોને રૂા. પ૦૦૦ તેમજ શહેરમાંથી જોડાયેલા વિવિધ પંડાલના સંચાલકોને રૂા. ૩પ૦૦ રોકડ પુરસ્‍કાર આપી સન્‍માનીત કરાયા હતાં.

(11:30 AM IST)