<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

જસદણના ઘેલા સોમનાથ વિહળનાથ હોટલ પાસે ટ્રકમાંથી રૂ. 84 લાખનો ગાંજો ઝડપાયો.

રાજકોટ ગ્રામ્ય SOG ને બાતમી મળતા રેડ કરતા ટ્રકમાંથી 108 કિલો ગાંજો ઝડપાયો: આરોપીઓ ઓરિસ્સા રાજ્યમાંથી ગાંજો લઈને રાજકોટ તરફ જતા હતા

જસદણના ઘેલા સોમનાથ વિહળનાથ હોટલ પાસે ટ્રકમાંથી ગાંજો ઝડપાયો. રાજકોટ ગ્રામ્ય SOGની મોટી કાર્યવાહી. રાજકોટ ગ્રામ્ય SOG ને બાતમી મળતા રેડ કરતા ટ્રકમાંથી 108 કિલો ગાંજો ઝડપાયો. આરોપીઓ ઓરિસ્સા રાજ્યમાંથી ગાંજો લઈને રાજકોટ તરફ જતા હતા. રાજકોટ ગ્રામ્ય SOG એ ત્રણ આરોપીની ધરપકડ કરી. રાજકોટ SOG એ આરોપી રાજુભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ, કાદરસા ઉર્ફે કાદર બાપુ શેખ, નરેશભાઈ હરી ઇશ્વરભાઇ લીંબડીયા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. મહમદદરીફિક લોદી, અબ્દુલલફ સામ, અલેખા બીસ બહેરા નામના આરોપી એ ગાંજો મંગાવ્યો હતો. રાજકોટ ગ્રામ્ય SOGએ  રૂપિયા 84.16 લાખનો મુદ્દા માલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:52 AM IST)