News of Saturday, 27th June 2026
ઉપલેટાના ગધેથડ શ્રી ગાયત્રી આશ્રમે ગાયત્રી માતા પ્રાગટય દિવસની ઉજવણી
પૂ.લાલબાપુના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમોઃ ગાયત્રી જયંતીએ જ્ઞાન, સદબુધ્ધિ અને આધ્યાત્મીક જાગૃતીનો પાવન પર્વઃ હરીભાઇ ઠુંમર ‘ભોલે'

(જગદીશ રાઠોડ દ્વારા)ઉપલેટા, તા., ૨૭ : ગધેથડ ગાયત્રી આશ્રમના વિશ્વ વંદનીય સંત પૂજ્ય લાલબાપુ ના અનન્ય સેવક જિલ્લા બેંકના ડિરેક્ટર અને ઉપલેટા યાર્ડના કાર્યદક્ષ ચેરમેન હરિભાઈ ઠુંમર (ભોલે) એ ગાયત્રી જયંતિ વિશે સ્થાનિક પત્રકારો સમક્ષ બોલતા જણાવેલ છે કે ભારતીય સંસ્કળતિ અને સનાતન ધર્મમાં ગાયત્રી જયંતિ નું વિશેષ ધાર્મિક આધ્યાત્મિક અને સાંસ્કળતિક મહત્વ રહેલું છે જયેષ્ઠ શુક્લ એકાદશીના દિવસે ઉજવાતી ગાયત્રી જયંતિ દેવી ગાયત્રીના ઙ્કાગટય દિવસ તરીકે મનાવવામાં આવે છે ગાયત્રી માતાને વેદમાતા દેવમાતા અને વિશ્વમાતા તરીકે ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે ચારેય વેદોનું જ્ઞાન ગાયત્રી શક્તિ માંથી પ્રગટ થયું હોવાથી તેમને વેદોની જનની તરીકે સન્માન આપવામાં આવ્યું છે.
ગાયત્રી માતાનું દિવ્ય સ્વરૂપ પૌરાણિક કથાઓ અનુસાર સળષ્ટિના કલ્યાણ અને ધર્મના રક્ષણ માટે બ્રહ્માજીના દિવ્ય તેજમાંથી ગાયત્રી માતાનું પ્રાગટય થયું હતું ગાયત્રી દેવીને પંચમુખી સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે જે માનવ જીવનના વિવિધ ગુણો અને ચેતનાના પાંચ સ્તરોનું પ્રતીક માનવામાં આવે છે તેમના હાથમાં શંખ ચક્ર અને ગ્રંથ દર્શાવવામાં આવે છે જે જ્ઞાન સાધના શાંતિ અને આધ્યાત્મિક શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે.
ૐ ભૂર્ભુવઃ સ્વ તસવીતુર્વેરણયં ભર્ગો દેવસ્ય ધીમહી ધીયો યોન પ્રચોદયાત તરીકે ઓળખાતો ગાયત્રી મંત્ર ઋગ્વેદમાં વર્ણવાયેલો અત્યંત પવિત્ર મંત્ર છે મહર્ષિ વિશ્વામિત્રે આ મંત્રને માનવ જાતિના કલ્યાણ માટે પ્રગટ કર્યો હોવાનું માનવામાં આવે છે આ મંત્રમાં પરમાત્માના દિવ્ય તેજનું ધ્યાન ધરીને પોતાની બુદ્ધિ અને વિચારશક્તિને સન્માર્ગે દોરવાની પ્રાર્થના કરવામાં આવે છે વેદો અને ઉપનિષદોમાં ગાયત્રી મંત્રના મહિમાનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે ઙ્કાચીન સમયમાં ઋષિમુનિઓ પોતાના દૈનિક જીવનમાં ગાયત્રી જાપને અનિવાર્ય માનતા હતા તેઓ માનતા હતા કે ગાયત્રી ઉપાસના દ્વારા મનુષ્યના વિચારોમાં પવિત્રતા આવે છે આત્મવિશ્વાસ વધે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન સર્જાય છે.
પૂજા યજ્ઞ અને સેવાકીય પ્રવળતિઓ ગાયત્રી જયંતીના દિવસે દેશભરના મંદિરો યજ્ઞ શાળાઓ આશ્રમો અને ગાયત્રી પરિવારના કેન્દ્રોમાં વિશેષ કાર્યકર્મો યોજવામાં આવે છે ભક્તો વહેલી સવારે તાાન કરીને ગાયત્રી માતાની પૂજા અર્ચના કરે છે ગાયત્રી મંત્રનો જાપ કરે છે અને હવન યજ્ઞમાં ભાગ લે છે અનેક સ્થળોએ સામૂહિક ગાયત્રી મહાયજ્ઞ ધર્મસભા ભજન કીર્તન અને સત્સંગના ભવ્ય આયોજન કરવામાં આવે છે ગરીબોને અન્નદાન વષાદાન અને વિવિધ સેવાકીય પ્રવળત્તિઓ પણ આ દિવસે કરવામાં આવે છે ગાયત્રી પરિવાર જેવી સંસ્થાઓ શિક્ષણ આરોગ્ય પર્યાવરણ સરક્ષણ વ્યસનમુક્તિ અને નારી શક્તિના વિકાસ માટે અનેક લોકો કલ્યાણકારી કાર્યો રહી છે.
વધુમાં હરિભાઈ ઠુંમરે ગાયત્રી જયંતિનો સંદેશ આપતા જણાવેલ છે કે ગાયત્રી જયંતિનો સંદેશ માત્ર ધાર્મિક વિધિઓ પૂરતો મર્યાદિત નથી તે માનવ જીવનમાં જ્ઞાન સંસ્કાર અને સદબુદ્ધિ ના મહત્વને ઉજાગર કરે છે આજના આધુનિક અને ટેકનોલોજી પ્રધાન યુગમાં વધતા માનસિક તણાવ અસહિષ્ણુતા અને મૂલ્યોના હાસ વચ્ચે ગાયત્રી મંત્ર વ્યક્તિને આત્મનિરીક્ષણ સંયમ સકારાત્મક વિચારસરણી અને નૈતિક જીવન તરફ દોરી જાય છે ગાયત્રી માતા જ્ઞાન અને પ્રકાશનું પ્રતીક છે જેમ સૂર્ય પોતાના પ્રકાશથી અંધકાર દૂર કરે છે તેમ ગાયત્રી શક્તિ અજ્ઞાન અંધશ્રદ્ધા અને નકારાત્મકતાને દૂર કરીને જીવનમાં સદવિચાર અને સદાચારનો પ્રકાશ ફેલાવે છે આ પવિત્ર અવસરે ગાયત્રી માતાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેઓ સમગ્ર વિશ્વને સદબુદ્ધિ શાંતિ સમળદ્ધિ અને માનવ કલ્યાણના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે ગાયત્રી જયંતિ નો પર્વ દરેકના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ મનમાં શાંતિ અને હૃદયમાં માનવતાની ભાવના પ્રગટાવે તેજ આ દિવસની સાચી સાર્થકતા છે તેવું અંતમાં જણાવેલ છે. (તસ્વીર : ભોલુ રાઠોડ-ઉપલેટા)
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
