News of Sunday, 3rd May 2026
ગીર સોમનાથના ઉદ્યોગપતિ મનોજ મોરીની પોલીસે અટકાયત કરી : પૂછપરછ બાદ પોલીસે છોડી દીધા
ઉદ્યોગપતિ મનોજ મોરીની દ્વારકાની એક હોટેલમાંથી પોલીસ દ્વારા અટકાયત બાદ મોરીની પત્ની દક્ષા મોરીએ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા

કોડીનાર અને ઓખા વિસ્તારમાં ફીશ વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ મનોજ મોરીની દ્વારકાની એક હોટેલમાંથી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા મામલો ગરમાયો છે. મનોજ મોરીની પત્ની દક્ષા મોરીએ આ કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે
. મનોજ મોરીની પત્નિ દક્ષા મોરીએ આરોપ લગાવ્યો છે કે તેમના પતિની અટકાયત પાછળ પૂર્વ સાંસદ દીનુ સોલંકીનો હાથ છે. તેમના કહેવા મુજબ, દીનુ સોલંકીના ઈશારે મારા પતિને અટકાવવામાં આવ્યા છે. જો મારા પતિને કંઈ પણ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ અને દીનુ સોલંકીની રહેશે.
મનોજ મોરી લાંબા સમયથી કોડીનાર અને ઓખા વિસ્તારમાં ફીશિંગ બિઝનેસ સાથે જોડાયેલા છે અને સ્થાનિક સ્તરે જાણીતા ઉદ્યોગપતિ ગણાય છે. તેમની અચાનક અટકાયતને લઈને તેમના પરિવારજનો અને સમર્થકોમાં ચિંતા ફેલાઈ છે
હાલ પોલીસે અટકાયતના કારણો અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી. જેના કારણે આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. બીજી તરફ તેમના પત્નિ દક્ષા મોરીના આક્ષેપોને લઈને રાજકીય ગરમાવો પણ વધી શકે છે.
બિઝનેસમેન મનોજ મોરીની કોડીનાર પોલીસે પૂછપરછ કરી હતી. 7 કલાક પૂછપરછ કરી મનોજભાઈને પોલીસે મુક્ત કર્યા છે. તાલુકા પંચાયત ભાજપ ઉમેદવારનું અપહરણની અરજી થઈ હતી. અરજી ના આધારે પોલીસે આજે મનોજભાઈ મોરીની પૂછપરછ કરી. મનોજ મોરીની દ્વારકાથી અટકાયત કરીને કોડીનાર લવાયા હતા.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
