<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

પોરબંદરમાં ૧ર વર્ષના કિશોર દ્વારા બાળકી ઉપર દુષ્‍કર્મ

દુષ્‍કર્મના ચોંકાવનારા બનાવમાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહીઃ પોસ્‍કો એકટ અને જુવેનાઇલ એકટની જોગવાઇ મુજબ ભોગ બનનાર અને આરોપીની ઓળખ છતી થાય નહી તેની તકેદારી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૫  : ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ૧ર વર્ષના સગીર દ્વારા બાળકી ઉપર દુષ્‍કર્મના ચોંકાવનારા બનાવમાં પોલીસે તપાસને કાયદેસરની કાર્યવાહી કરી છે.

બાર વર્ષના એક કિશોરે તેના પાડોશમાં રહેતી ૪ વર્ષની બાળકી ઉપર દુષ્‍કર્મ આચરતા પોલીસે આ બનાવમાં ગુન્‍હો દાખલ કર્યો છે.

સગીર બાળક દ્વારા બાળકી ઉપર દુષ્‍કર્મના ચોંકાવનારા આ બનાવમાં પોસ્‍કો એકટ તથા જુવેનાઇલ એકટની જોગવાઇ મુજબ ભોગ બનનાર કે આરોપીની ઓળખ જાહેર ન થાય તેમજ તેમના માતા અને પિતાના નામ, રહેણાંકનું સરનામુ, સ્‍કુલનુ નામ કે ફોટો-વિડીયો જાહેર નહી કરવા પોલીસ દ્વારા સુચના અપાઇ છે. આ બનાવમાં સગીર કિશોર અને બાળકીની ઓળખ છતી ન થાય તે માટે પોલીસ તકેદારી લઇ રહેલ છે.

(12:09 PM IST)