<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

ગિરનાર પર્વત માળાની નળ પાણીની ઘોડી પર પ્રથમ વખત પીવાનું શુદ્ધ પાણી પહોંચાડાયું

જૂનાગઢ, તા.ર૦: સાંસ્‍કળતિક વિરાસતોના સ્‍થળોએ નાગરિક સેવાઓને પ્રાથમિકતા આપવાના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતળત્‍વમાં રાજ્‍ય સરકારના સંકલ્‍પને જન ભાગીદારીથી સાર્થક કરવાની નેમને આગળ વધારતા જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમે ગિરનાર પરિક્રમાના રૂટના સૌથી કઠિન અને ઉચા સ્‍થળે પ્રથમ વખત પીવાનું શુદ્ધ પાણી પહોંચાડ્‍યું છે.

આ વર્ષે ઓછા વરસાદની સ્‍થિતિમાં ગિરનાર લીલી પરિક્રમા ના રૂટ પર લાખો યાત્રાળુઓને તા. ૨૦ નવેમ્‍બર થી શરૂ થનારી આ પરિક્રમામાં પીવાના પાણીની મુશ્‍કેલી ન પડે તે માટે વિશેષ વ્‍યવસ્‍થાઓ કરવામાં આવી રહી છે.

ગિરનારના પરિક્રમાના માર્ગ પર નળ પાળીની ઘોડી આ પદયાત્રાનું સૌથી ઊંચું  અને કઠિન સ્‍થળ છે. અહીં તંત્ર દ્વારા અગાઉ કયારેય ભૌગોલિક સ્‍થિતિના કારણે પીવાનું પાણી પહોંચાડી શકાયું ન હતું. સંસ્‍થાઓ દ્વારા મર્યાદિત વ્‍યવસ્‍થાઓ થતી પરંતુ આ વર્ષે પ્રથમ વખત ત્‍યાં ડોળીવાળાઓની મદદથી ૫૦૦૦ લીટર ક્ષમતાની બે ટાંકીઓ પહોંચાડવામાં આવી છે.

એટલું જ નહીં જુનાગઢ પાણી પુરવઠા બોર્ડની ટીમે આ કામગીરી માટે અહીં આઠ દિવસ સુધી જહેમત ઉઠાવી હતી. કારણ કે ઘોડીથી નીચે ૯૦૦ મીટર દૂર બે બોર કરવામાં આવ્‍યા છે અને તે સફળ જતાં ત્‍યાંથી ૯૦૦ મીટરની લાઈન ખેંચીને દરિયાઈ સપાટીથી ૨૦૦ મીટર દૂર ઊંચે પ્રકળતિના જતનના સંકલ્‍પ સાથે ઇકો ફ્રેન્‍ડલી સિસ્‍ટમ એટલે કે જનરેટરથી પાણીનું  પંપિંગ કરીને આજે નળ ફીટીંગ કરવામાં આવ્‍યું હતું.

પાણી પુરવઠા બોર્ડના ઇજનેર વિવેક પટેલે જણાવ્‍યું હતું કે આ સ્‍થળે પ્રથમ વખત તંત્ર દ્વારા પીવાના પાણીની વ્‍યવસ્‍થા કરાઇ છે. આજે પાણીનું પણ પરીક્ષણ કરવામાં આવ્‍યું હતું અહીં હવે કાયમી રીતે પરીક્રમાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી મળશે. ૫૦૦૦લીટર ક્ષમતાના બે ટાંકા ૨૪ કલાક ભરવામાં આવશે.

જૂનાગઢ કલેક્‍ટર યોગેશ ચૌધરી એ પાણી પુરવઠા બોર્ડની ટીમને આ વિશેષ કામગીરી બદલ અભિનંદન આપ્‍યા હતા.

(1:04 PM IST)