તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Tuesday, 26th May 2026
ગિરનાર રોપ-વેની સેવા આગામી દિવસોમાં 2 જૂનથી 10 જૂન સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.
ગિરનાર રોપ-વેનું સંચાલન કરતી કંપની દ્વારા તેના વાર્ષિક ટેકનિકલ મેન્ટેનન્સ માટે એક મોટો અને મહત્વનો નિર્ણય લેવાયો

જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર ખાતે આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેની સેવા આગામી દિવસોમાં 2 જૂનથી 10 જૂન સુધી બંધ રહેશે.
ગિરનાર રોપ-વેનું સંચાલન કરતી કંપની દ્વારા તેના વાર્ષિક ટેકનિકલ મેન્ટેનન્સ માટે એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત આગામી ૨ જૂનથી ૧૦ જૂન સુધી રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. યાત્રિકોની સુરક્ષા અને સુવિધાને સર્વોચ્ચ અગ્રિમતા આપીને આ સુધારાત્મક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રોપ-વેની તમામ ટેકનિકલ ચકાસણી અને મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ આગામી ૧૧ જૂનથી રોપ-વે સેવા ફરી નિયમિત રીતે શરૂ કરી દેવામાં આવશે.
મેન્ટેનન્સના આ સમયગાળા દરમિયાન રોપ-વેની તમામ કેબિન અને ટ્રોલીઓનું બારીકાઈથી ચેકિંગ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ ટેકનિકલ ખામી ન સર્જાય. તંત્ર દ્વારા ગિરનાર આવતા તમામ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ આ દિવસો દરમિયાન પોતાની યાત્રાનું આયોજન એ પ્રમાણે કરે જેથી તેમને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
