<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

ગિરનારની સીડીઓ યાત્રિકો માટે અનિશ્ચિતકાળ સુધી બંધ: સિંહને પકડવા માટે એક વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરાયું

જ્યાં સુધી આ માનવભક્ષી સિંહ પાંજરે નહીં પુરાય, ત્યાં સુધી પ્રવાસીઓની સુરક્ષા અર્થે સીડીઓ પરની અવરજવર સંપૂર્ણપણે બંધ જ રહેશે.

ગિરનારની સીડીઓ પર માસૂમ બાળક પર સિંહ દ્વારા હુમલો કરવાની આઘાતજનક ઘટના સામે આવ્યા બાદ વહીવટી તંત્રએ મોટો નિર્ણય કર્યો છે. અન્ય કોઈ પ્રવાસી સિંહના હુમલાનો ભોગ ન બને તે માટે ગિરનારની સીડીઓ પર યાત્રિકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 

  તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, ગિરનારની સીડીઓ યાત્રિકો માટે અનિશ્ચિતકાળ સુધી બંધ રાખવામાં આવી છે. આ સાથે જ વનવિભાગ દ્વારા સીડીની આસપાસના ગાઢ જંગલ વિસ્તારોમાં હુમલો કરનાર સિંહને પકડવા માટે એક વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. વનવિભાગની જુદી-જુદી ટીમો આધુનિક સાધનો અને પાંજરા સાથે જંગલમાં સિંહના લોકેશનને ટ્રેક કરી રહી છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ માનવભક્ષી સિંહ પાંજરે નહીં પુરાય, ત્યાં સુધી પ્રવાસીઓની સુરક્ષા અર્થે સીડીઓ પરની અવરજવર સંપૂર્ણપણે બંધ જ રહેશે.

(2:00 PM IST)