<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

ભાવનગરના બગદાણા ગુરુ આશ્રમમાં ટ્રસ્ટી મંડળમાં કોળી સમાજના વ્યક્તિને સ્થાન આપવાના મુદ્દે વિવાદ વકર્યો

ગુરુ આશ્રમના ટ્રસ્ટી મંડળમાં કોળી સમાજના વ્યક્તિની નિમણૂક કરવાની માગ સાથે બેઠક યોજાઈ:આશ્રમના ટ્રસ્ટમાં સમાજને પ્રતિનિધિત્વ આપવાના મુદ્દે ચાલતા વિવાદ અંગે આગેવાનોએ ચર્ચા કરી

ભાવનગરના બગદાણા ગુરુ આશ્રમમાં ટ્રસ્ટી મંડળમાં કોળી સમાજના વ્યક્તિને સ્થાન આપવાના મુદ્દે વિવાદ વકર્યો છે. આ મામલે કોળી સમાજના આગેવાનો એકઠા થયા હતા અને કોંગ્રેસ નેતા નવનીત બાલધિયાના ઘરે બેઠક યોજાઈ હતી. બેઠકમાં કોળી સમાજના પીન્ટુ કોળી, ચિરાગ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુ આશ્રમના ટ્રસ્ટી મંડળમાં કોળી સમાજના વ્યક્તિની નિમણૂક કરવાની માગ સાથે આ બેઠક યોજાઈ હતી. આશ્રમના ટ્રસ્ટમાં સમાજને પ્રતિનિધિત્વ આપવાના મુદ્દે ચાલી રહેલા વિવાદ અંગે આગેવાનોએ ચર્ચા કરી હતી. હવે આ બેઠક બાદ સમાજના આગેવાનો આગળ શું રણનીતિ અપનાવે છે અને આશ્રમ ટ્રસ્ટ સમક્ષ કેવી રજૂઆત કરે છે તેના પર સૌની નજર છે.

(6:56 PM IST)