News of Monday, 20th April 2026
શ્રીરામચરિત માનસમાં શિવજીના નવસંકલ્પનું મહિમા ગાનઃ પૂ. મોરારીબાપુ
પાલીતાણામાં ‘‘માનસ શિવ સંકલ્પ'' શ્રી રામકથાનો આજે ત્રીજો દિવસઃ સાધના-તપની અનેક ધારાઓની ધારા પાલીતાણાની ભૂમી ઉપર પ૦ વર્ષ પછી પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રી રામકથા

રાજકોટઃ તા.ર૦, વિશ્વપ્રસિધ્ધ જૈનતીર્થ ભૂમિ પાલીતાણામાં રામકથા ‘માનસશિવ સંકલ્પ' નો શનિવારથી મંગલ-દિવ્યારંભ થયો છે. સાધના-તપની અનેક ધારાઓની ધારા પાલિતાણાની શુભ-ભૂમિપર પચાસ વર્ષ પછી પૂ. મોરારીબાપુની રામકથાનું ગાન થઇ રહ્યું છે. રામચરિત માનસમાં શિવજીના નવ સંકલ્પનું મહિમાગાન થયું છે. તેમ પૂ. મોરારીબાપુએ કહયું હતુ.
તુલસીદાસજી રચિત રામચરિત માનસની બાલકાંડની ઉપરોકત પંકિતઓને કેન્દ્રસ્થાન રામકથા ‘માનસ શિવસંકલ્પ' નો ગત શનિવારે વિશ્વપ્રસિધ્ધ જૈનતીર્થ ક્ષેત્ર પાલિતાણાની દિવ્ય-શુભ ભૂમિપર મંગલમય પ્રારંભ થયો હતો.
પ્રથમ દિવસ (શનિવાર)નો કથાપ્રેમ સંવાદની ભૂમિકા કહેતા પૂ. મોરારજીબાપુએ જણાવ્યું હતું કે- હરિની ઇચ્છા મુજબ જ ભાવિ નિર્માણ થતું હોય છે.
કથાના બીજા દિવસે (ગઇકાલે-રવિવારે) કથાનો પ્રેમ સંવાદ આગળ ધપાવતા પૂ. મોરારીબાપુએ કહયું કે -એક વેદમંત્ર-રૂચાથી આજની કથાનો સંવાદ આગળ લઇ જઇએ તો અથર્વા ઋષિની રૂચા સૌ એ પઠન કરીએ આપણે આ વેદમંત્રમાં સુગંધના દસ પ્રકારનું વર્ણન છે અથર્વા ઋષિની ઋચા કહે છે કે આ જગતમાં દસ પ્રકારની સુગંધ છે (૧) પુરૂષની સુગંધ-ખુશ્બુ, પરસેવાની નહી પણ પુરૂષ એક અધ્યાત્મ ગંધ હોય છે. (ર)સ્ત્રી શરિરની સુગંધ માતૃશકિતની પણ સુગંધ હોય છે. બાળકને માતાની એક પ્રકારની વિશેષ ખુશ્બુ -સુવાસ-ગંત હોય છે. (૩) પશુ-જીવ-જંતુઓની સુગંધ-ગાયમાતાની એક સુગંધ હોય છે.(૪) પ્રભાવ એટલે કે ઐヘર્યની સુગંધ (પ) રૂચિ- એટલે સ્વભાવની સુગંધ (૬) ઘોડા (અશ્વ) ની સુગંધ મહારાણા પ્રતાપ ત્રણને ‘બાપ' કહેતા (૧) તેના પિતાને (ર) સૂર્યદેવતાને અને (૩) તેના અશ્વ-ધોડો ચેતક ને પણ બાપ કહેતા (૭) વીરપુરૂષની સુગંધ (૮)હરણની નાભિની સુગંધ..કબીર કહી ગયા કે ‘કસ્તુરી કુંડલએ મૃગ ઢંૂઢે વન માહિ ...કહેવાય છે કે હરણ-મૃગ-ની નાભીમાં જ સુગંધ હોય છે અને એ વન-જંગલમાં શોધે છે. તલગાજરડાની દૃષ્ટિએ મને એવું સમજાય છે કે હરણની નાભીમાંજ જો સુગંધ હોય તો હરણને એની ખબર ન હોય એવું ન હોય પણ હરણ વનમાં ફરે છે એનો અર્થ એ કે એ સુગંધ ઠેરઠેર વ્હેચવા નીકળે છે. જેની પાસે હોય એ અલગ અલગ આપી દેવા નીકળે છે મને આવુ઼ સમજાય છે.
પૂ. મોરારીબાપુએ કહયુ કે, બેરખોએ મારૂ બેકગ્રઉન્ડ છે (મનોજ જોશી-રાજકોટ ‘‘મજો'' મો. ૯૪૨૬૨ ૪૨૧૧૫, મો. ૮૧૪૦૨ ૧૩૧૩૦)
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
