News of Monday, 5th October 2026
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે ગોંડલ બ્રહ્મસમાજ લાલઘુમ
જાહેર કાર્યક્રમોથી લઇને તમામ સ્તરે બહિષ્કાર કરવા જીતુભાઇ આચાર્યનું આહવાન

ગોંડલ તા. પ :.. નર્મદા નાં સાગબારા ખાતે એક કાર્યક્રમ માં પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ વાણીયા,બ્રાહ્મણ તથા પાટીદાર સમાજ માટે અપમાનજનક ટિપ્પણી કરી કે આ લોકો મેલુ ઉપાડે તો પચાસ હજાર આપીશ.
શંકરસિંહ વાઘેલા એ કરેલા વાણીવિલાસ સામે વિરોધ તિવ્ર બન્યો છે.
ગોંડલ સમસ્ત બ્રહ્મ સમાજ નાં પ્રમુખ જીતુભાઇ આચાર્ય, ગીરીશ રાવલ,પારસ જોશી, કલ્પેશ વ્યાસ,જીતુભાઇ પંડ્યા, દિલીપ વ્યાસ, નિખિલ જોશી, વિશાલ મહેતા સહિત બળમ્હ અગ્રણીઓ એ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે શંકરસિંહ વાઘેલાએ આવુ બાલીશ નિવેદન આપી તેમની ગરીમા ગુમાવી છે.શંકરસિંહ ક્ષત્રીય છે.ક્ષત્રીય સમાજ બ્રાહ્મણોને હમેશા પુજનિય ગણતો આવ્યો છે. ત્યારે શંકરસિંહ બાપુ એ માત્ર મત ની સ્વાર્થી રાજનીતિ માટે વાણીયા, બ્રાહ્મણ અને પાટીદાર સમાજ માટે અયોગ્ય શબ્દપ્રયોગ કરી તેઓની સ્વાર્થી અને મતલબી રાજનીતિ નું પ્રદર્શન કર્યુ છે.
જીતુભાઇ આચાર્ય એ ચિમકી આપતા કહ્યુ કે બ્રહ્મ સમાજ સહીત ની જ્ઞાતીઓ નાં જાહેર અપમાન બદલ શંકરસિંહ વાઘેલા એ જાહેર માફી માંગવી જોઈએ, અન્યથા તેઓ કોંગ્રેસમાં પ્રવેશી નવી ઇનીંગ ખેલવા જઇ રહ્યા છે.તેમાં શરમજનક રીતે ક્લિનબોર્ડ થશે.
વધુમાં જીતુભાઇ આચાર્ય એ જાહેર કાર્યક્રમ થી લઇ તમામ સ્તરે શંકરસિંહ વાઘેલા નો બહિષ્કાર કરી વિરોધ કરવા બ્રહ્મ સમાજ ને આહવાન કર્યુ છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
