<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

ગોંડલ ફોરેસ્‍ટ યુથ કલબ દ્વારા ગરીબ પરિવારના ૩૦૦ વિદ્યાર્થીઓને દિવાળી ભેટ

(હરેશ ગણોદીયા દ્વારા) ગોંડલ, તા.૧૬:  ફોરેસ્‍ટ યુથ કલબ દ્વારા ઘણાં વર્ષ થી ગરીબ પરિવારના બાળકોને અભ્‍યાસ કરવા,શાળા એ નિયમિત આવવા પ્રોત્‍સાહિત કરવા વર્ષ દરમ્‍યાન વિવિધ તહેવારો પર તેમને ઉપયોગી શૈક્ષણિક સાધનોની સહાય, અલ્‍પાહાર,સ્‍કૂલ ડ્રેસ,બુટ,ચપ્‍પલ ની સહાય સાથે દીપાવલીના પાવન પર્વ પર ગરીબ પરિવારના સરકારી શાળામાં અભ્‍યાસ કરતા ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સ્‍વાદિષ્ટ મીઠાઈ,ફરસાણ અને ફટાકડા સાથે શૈક્ષણિક કીટ,ટીશર્ટ ની ભેંટ સહિત બે લાખ રૂપિયા ની ભેટ આપી બાળકોમાં રહેલ ઈશ્વરને રાજી કરવાનો પુણ્‍ય પ્રયાસ કરવામાં આવ્‍યો.

સ્‍વાદિષ્ટ મીઠાઈ ના દાતા લખુ પરિવાર,ગુલભાઈ હોંગકોંગવાળા, ટીકુભાઈ યાજ્ઞિક,રાજુભાઇ પિત્રોડા,મનસુખભાઇ મુંડીયા,ફટાકડા ના દાતા પ્રફુલભાઈ ચનીયારા,પિન્‍ટુભાઈ રાઠોડ,ચિન્‍મય પંડ્‍યા,મધુભાઈ તન્ના,એમ.જી. ચોકસી,ટી.કે.વેદ, જિગરભાઈ સાટોડીયા,આનંદ વિઠલાણી બેટ દ્વારકા, પરીક્ષિત કાલરીયા,રાજુભાઇ ભજિયાવાળા, અજયભાઈ રાયચુરા, સુનિલભાઈ પોપટ,દિલીપભાઈ ખીમાણી, ઘનશ્‍યામ રાયચુરા,ડો.વિપુલ ત્રિવેદી અમદાવાદ,ભીખુભાઇ પોપટ,અજય બેનાણી પુના,ગૌરાંગભાઈ ત્રિવેદી,ક્રિશ સતિષભાઈ બેરા,મહેશભાઈ આશર, રાજુ રાજપરા,સુરેશભાઈ રાજપરા જય કારીયા વગેરે તરફથી ભરપૂર સહયોગ પ્રાપ્ત થયેલ છે. ગોંડલની પાંચિયાવદર સિમ શાળા, ખારાવાડી સિમ શાળા,વાવડીવીડો સિમ શાળાના ધોરણ ૧ થી ૮ અને બાલવાટિકા, આંગણવાડી ના બાળકો સાથે વેરી તળાવ પાસે ઝૂંપડપટ્ટી ના પરિવારજનો ને સ્‍વાદિષ્ટ મુંબઇ નો હલવો, સોનપાપડી,ફરસાણ, ટીશર્ટ સહિત વિવિધ ફટાકડા,ઠાકરશી ચા તરફથી ટી શર્ટની ભેટ આપવામાં આવી.

સમાજસેવી હિતેશભાઈ દવે, યોગેશભાઈ દવે, કિરણબેન દવે, પ્રફુલભાઈ ચનિયારા, મહેશ કોટક, અજયભાઈ રાયચુરા, મહેશ કોટક, મનસુખભાઇ મૂંડીયા, રાજુ રાજપરા રાજુભાઇ પિત્રોડા,ધર્મરાજાસિહ સરવૈયા વગેરે હસ્‍તે ૩૦૦ બાળકોને ભેંટ આપવામાં આવી હતી.

(11:51 AM IST)