<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

ગોંડલમાં મહેશે ઓછા ભાવે વાળ વેંચી નાંખતા પત્‍નિએ ગુપ્‍તાંગ ખેંચી માર માર્યો!

ગુપ્‍ત ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્‍યો

રાજકોટ તા. ૨૮: ગોંડલમાં પંચપીરની ધાર પાસે વ્‍હોરાકોટડા રોડ પર રહેતાં અને ઉતરેલા વાળ લે-વેંચનો ધંધો કરતાં યુવાને ઓછા ભાવે વાળ વેંચી નાંખતા પત્‍નિએ ઝઘડો કરી તેનું ગુપ્‍તાંગ ખેંચી બેફામ માર મારતાં ગુપ્‍તાંગ પર ગંભીર ઇજા થતાં, સોજા ચડી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. બનાવની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલમાં પંચપીરની ધાર પાસે રહેતાં મહેશભાઇ સુરેશભાઇ મકવાણા (ઉ.વ.૪૦)ને તેની પત્‍નિ શોભનાબેને ઢીકાપાટુનો માર મારી તેમજ ગુપ્‍તાંગ બળપુર્વક ખેંચી ઇજા પહોંચાડતાં ગોંડલ સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

મહેશભાઇને સંતાનમાં બે દિકરા છે. તેણે કહ્યું હતું કે જુના વાળ લે-વેંચનો ધંધી કરી હું ગુજરાન ચલાવુ છું. મેં વાળનો સોદો કર્યો તેમાં ૧૧૫૦૦ને બદલે ૧૦૫૦૦નો ભાવ લગાડી વેંચી દીધા હોઇ આ બાબતે પત્‍નિએ ખાર રાખી મારકુટ કરી હતી અને ગુપ્‍તાંગ બળપુર્વક ખેંચીને માર મારતાં ભારે દુઃખાવો ઉપડી ગયો હતો. બાદમાં સોજા ચડી જતાં સારવાર માટે દાખલ થયો હતો. ગોંડલથી વધુ સારવાર માટે રાજકોટ દાખલ થવાનું કહ્યું હતું. પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.

(12:20 PM IST)