<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

કલ્‍યાણપુરના નંદાણા ગામે વાડીમાંથી જુગારનો અખાડો ઝડપાયોઃ ૧૧ની ધરપકડ

 

ખંભાળીયાઃ હકીકત મળેલ કે, રાજશીભાઇ રામભાઇ ચાવડા રહે નંદાણા ગામ તાકલ્‍યાણપુર વાળો નંદાણા ગામ વાડી વિસ્‍તારમાં પોતાના કબ્‍જા ભોગવટાની વાડીએ આવેલ મકાનમાં જુગારનો અખાડો ચલાવે છે તેવી હકીકત આધારે રેઇડ કરતા (૦૧) રાજશીભાઇ રામભાઈ ચાવડા (૦૨) રમેશભાઇ લખમણભાઇ ચુડાસમા  (૦૩) દેવાણંદભાઈ સગાભાઇ ચાવડા (૦૪) લાખાભાઇ દેસુરભાઇ આંબલીયા (૦૫) રમેશભાઇ નારણભાઇ આંબલીયા (૦૬) હરદાસભાઇ અરજણભાઇ કરંગીયા(૦૭) હિતેશભાઇ રામભાઇ કરંગીયા (૦૮) રામભાઇ ડાયાભાઇ મકવાણા(૦૯) જીતુભાઈ કાનાભાઇ રામદતી (૧૦) રાજશીભાઇ રામભાઈ ચાવડા (૧૧) હમીરભાઇ રામભાઇ ચાવડા તે (૧) રોકડા રૂપિયા ૪૨,૮૫૦/- (૨) મોબાઇલ ફોન નંગ-૧૧ કિ.રૂ.૬૦,૦૦૦/- (૩) મો.સા. નંગ-૫ કિ.રૂ.૧,૨૫,૦૦૦/- કુલ કિ.રૂા. ૨,૨૭,૮૫૦/-ની મુદામાલ સાથે પકડી પાડેલ છે. આ કામગીરી  ઈન્‍ચા. પોલીસ ઇન્‍સ.એમ.આર.સવસેટા, પો.સબ.ઇન્‍સ. કે.પી.ઝાલા,  એ.એસ.આઇ ભીમશીભાઇ રામાભાઇ કાગડીયા,  કરશનભાઇ ગોગનભાઇ ચેતરીયા, પોલીસ હેડ. કોન્‍સ દિલીપભાઈ મનસુખભાઇ બાવળીયા, પો.કોન્‍સ. વનરાજસિંહ યોગેન્‍દ્રસિંહ ગોહીલએ કરી હતી.

(1:07 PM IST)