<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

જામનગર જિલ્લાના ટુ-વ્હીલર વાહન માલિકો માટે ખુશ ખબર, જીજે-10-EN નવી સિરીઝના તમામ નંબર માટે ઈ-ઓક્શન પ્રક્રિયા જાહેર, પસંદગીના નંબર મેળવવા તક

તા. 16 થી 20 ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી, 20 થી 22 ઓક્ટોબર સુધી બિડિંગ અને 22 ઓક્ટોબરે બપોરે 4 વાગ્યે પરિણામ જાહેર કરાશે, પરિવહનની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન ફરજિયાત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.12 : જામનગર જિલ્લાના મોટરીંગ પબ્લિકના વાહન માલિકો માટે ટુ-વ્હીલર પ્રકારના વાહનો માટેની જીજે-10-ઈએન નવી સીરીઝમાં તમામ નંબર માટે ઈ-ઓક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

 

આ પ્રક્રિયા અંતર્ગત ઓનલાઈન અરજી કરવા માટે આગામી તા. 16/10/2026 થી 20/10/2026 બપોરે 4:00 કલાક સુધી, ઈ-ઓક્શન બિડિંગ કરવાનો સમયગાળો તા. 20/10/2026 થી 22/10/2026 બપોરે 4:00 કલાક સુધી અને ઈ-ઓક્શનનું પરિણામ તા. 22/10/2026 બપોરે 4:00 કલાકે જાહેર કરવામાં આવશે.

 

ઈ-ઓક્શનમાં ભાગ લેનાર વાહન માલિકોએ સૌ પ્રથમ http://WWW.PARIVAHAN.GOV.IN વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. ત્યારબાદ વેબસાઈટ પર લોગીન કરીને વાહન ખરીદીના દિવસ-7 ની અંદર ઓનલાઈન C N A ફોર્મ ભરવાનું રહેશે.

 

વાહન માલિક ગોલ્ડન અને સિલ્વર અને અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રહેશે. વાહન માલિક પોતાની બીડ ઉપરોક્ત દર્શાવેલ સમયગાળા દરમિયાન 1000 (એક હજાર) ના ગુણાંકમાં વધારી શકશે.

 

ઈ-ઓક્શનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રિફંડ માટે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના લાગેલ નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચુકવણું ઓનલાઈન દિવસ-5 માં કરવાનું રહેશે, જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રિફંડ મળશે નહીં. ઓક્શનમાં ભાગ લેનાર વાહન માલિકના તમામ દસ્તાવેજો ડીલર કક્ષાએ ખરાઈ કરી અપલોડ કરેલા હોવા જોઈએ તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.

(4:03 PM IST)