<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતે જામનગરના લાખાબાવળ ખાતે વેદ ગર્ભવિહારનું લોકાર્પણ કર્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૩: રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જામનગર નજીક લાખાબાવળ ગામે વેદ ગર્ભવિહારનુ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્‍યપાલશ્રીએ સંસ્‍થા ખાતે કાર્યરત થનારા ગૌશાળા તેમજ કન્‍સલ્‍ટેશન રૂમ, પંચકર્મ રૂમ, માઇનર ઓપરેશન થિયેટર, સંસ્‍કાર શાળા વગેરે સ્‍થળોની મુલાકાત લઈ ઉપલબ્‍ધ સુવિધાઓ અને સેવાઓની વિગતો મેળવી હતી.

રાજ્‍યપાલશ્રી સાથે રાજ્‍ય કક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, જિલ્લા કલેક્‍ટર પી.બી.પંડ્‍યા, જામનગર મહાનગર પાલિકાના કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, ગૌ વિશ્ર વિદ્યાપીઠના કુલપતિ ડો.હિતેશ જાની, આયુર્વેદ વિભાગના વૈદ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. 

(12:03 PM IST)