<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ૧૨ જુલાઈને રવિવારે જામનગરના લાખાબાવળ સ્થિત 'વેદગર્ભ વિહાર' ની મુલાકાતે

“તપોવન સંશોધન કેન્દ્ર” ના લોકાર્પણમા પૂનમબેન માડમ, રીવાબા જાડેજા, મોનિકાબેન વ્યાસ, ડો. તનુજા નેસરી, ડૉ નરેશ જૈન, ડૉ ટી. એસ.જોષી સહિતના ઉપસ્થિત રહેશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૯ : જામનગર માં ગર્ભોપનિષદ ફાઉન્ડેશન અને મધુરદ્વૈત આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગર્ભ વિજ્ઞાન અને ગર્ભ સંસ્કાર માટે લાખાબાવળ ખાતે ખાસ તૈયાર કરવામાં આવેલાં “વેદગર્ભ વિહાર” (ઇકો વિલેજ) અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર સંલગ્ન  “તપોવન સંશોધન કેન્દ્ર” ના લોકાર્પણ માટે ગુજરાત રાજ્યના મા. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ૧૨ જુલાઈ રવિવારે જામનગરના લાખાબાવળ  સ્થિત 'વેદગર્ભ વિહાર' ની મુલાકાતે પધારી રહ્યા છે.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રાચાર્ય અને ગોવિશ્વ વિદ્યાપીઠમ્ ના કુલગુરુ પ્રસિદ્ધ આયુર્વેદાચાર્ય ડો હિતેશ જાની ના માર્ગદર્શન થી ગર્ભ સંસ્કાર અને ગર્ભ વિજ્ઞાન નું આ વિશેષ સંશોધન કાર્ય આગળ વધી રહ્યું છે, ત્યારે આ કાર્ય ને પ્રત્યક્ષ નિહાળવા અને પ્રોત્સાહન માટે મા. રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહેનાર છે, તે જામનગર માટે ગૌરવની બાબત બની રહશે!

આ લોકાર્પણ સમારોહમાં સન્માનનીય મહાનુભાવો જામનગર ના સાંસદ પૂનમબેન માડમ રાજ્યના શિક્ષા રાજ્યમંત્રી રીવાબા જાડેજા, જામનગર ના મેયર  મોનિકા બેન વ્યાસ, આઈ ટી આર એ ના ડાયરેક્ટર ડો. તનુજા નેસરી તથા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ શ્રી નરેશ જૈન અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ ટી એસ જોષી  તથા આયુર્વેદ વ્યાસપીઠ કેન્દ્રીય અધિકારીઓ અને રાજ્ય ના પદાધિકારીઓ તથા લાખાબાવળ અને ગ્રામ્ય વિસ્તાર ના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે.

રવિવાર દિનાંક ૧૨ જુલાઈ ના સવારે ૯:૦૦ કલાકે યોજાયેલા આ લોકાર્પણ ના કાર્યક્રમ માટે ગર્ભોપનિષદ ફાઉન્ડેશન ના સી ઈ ઓ અને જાણીતા આયુર્વેદિક ગાયનેકોલોજિસ્ટ ડો.કરિશ્મા બહેન નારવાણી દ્વારા સર્વેને નિમંત્રણ પાઠવાયું છે.

(11:20 AM IST)