News of Tuesday, 28th July 2026
ચરાડવાના શ્રી મહાકાળી માતાજી આશ્રમે પૂ.દયાનંદગીરીજી મહારાજની સ્મૃતિમાં ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવ પૂ.અમરગીરી મહારાજના સાનિધ્યમાં ઉજવાશે
કાલે યોજાનાર ધાર્મિક કાર્યક્રમમાં ગુરુ પૂજન, યજ્ઞ અને પ્રસાદનું આયોજનઃ આશ્રમે તૈયારીઓ પૂર્ણઃ સૌરાષ્ટ્રભરમાંથી ભક્તો ઉમટી પડશે

રાજકોટ, તા.૨૮: મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ શ્રી મહાકાળી માતાજી આશ્રમ ખાતે કાલે ગુરુપૂર્ણિમાનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવશે. આ મહોત્સવ બ્રહ્મલીન પૂ. દયાનંદગીરીજી મહારાજની પવિત્ર સ્મળતિમાં અને વર્તમાન પૂજ્ય અમરગીરી મહારાજના સાનિધ્યમાં યોજાશે. ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે સવારથી જ વિવિધ ધાર્મિક વિધિઓ શરૂ થશે. જેમાં ગુરુ પૂજન, હવન-યજ્ઞ અને ભજન-કીર્તનનો સમાવેશ થાય છે. બપોરે સર્વે ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. પૂ.અમરગીરી મહારાજના આશીર્વચન અને સત્સંગથી સમગ્ર કાર્યક્રમ ભક્તિમય બનશે. બ્રહ્મલીન પૂ.દયાનંદગીરીજી મહારાજ દ્વારા સ્થાપિત આ આશ્રમની પરંપરાને આગળ વધારતા આ મહોત્સવનું ખાસ મહત્વ છે. ગુરુપૂર્ણિમા નિમિત્તે હળવદ, મોરબી, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના વિવિધ પંથકોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ચરાડવા ખાતે ઉમટી પડશે તેવી શકયતા છે. આશ્રમ દ્વારા ભક્તોની સુવિધા માટે ર્પાકિંગ, પીવાના પાણી અને બેસવાની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
આશ્રમ ટ્રસ્ટ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર અવસરે ઉપસ્થિત રહીને ગુરુ આશીર્વાદ મેળવવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
