<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

જામકંડોરણામાં જન્‍માષ્ટમીની ભવ્‍ય શોભાયાત્રા : મટકી ફોડ, રાસ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.૮: જન્‍માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી શ્રી વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા શ્રી વ્રજ વલ્લભ સોશ્‍યલ ગ્રુપ દ્વારા આયોજીત ભવ્‍ય અને વિશાળ શોભાયાત્રા વાજતે ગાજતે ભારે ઉત્‍સાહ અને ઉમંગ સાથે નીકળી હતી ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયાએ રામ મંદિરે દર્શન પૂજન કરી શોભાયાત્રાનો શુભારંભ કરાવ્‍યો હતો તેમજ ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયા શોભાયાત્રામાં પ્રભુના રથના સારથી બન્‍યા હતા શોભાયાત્રા દરમ્‍યાન વિશાળ જનમેદનીની ઉપસ્‍થિતિમાં પટેલ ચોકમાં ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયાની ઉપસ્‍થિતીમાં મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. આ શોભાયાત્રામાં વિવિધ યુવક મંડળો દ્વારા ધાર્મિક સંસ્‍કળતિની ઝાંખી કરાવતા આકર્ષક ફલોટ રજુ કરવામાં આવ્‍યા હતા આ શોભાયાત્રા રામજી મંદિરથી શરૂ થઈ પટેલ ચોક,ડંકી ચોક, ભાદરા નાકા, ગોંડલ રોડ, બસ સ્‍ટેશન થઈ નગર નાકાએ પૂર્ણ થઈ હતી શોભાયાત્રામાં ભાગ લીધેલ દરેક યુવક મંડળોના ફલોટને રાજકોટ જીલ્લા સહકારી બેંકના ડિરેકટર લલીતભાઈ રાદડીયા, રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા તેમજ આગેવાનોના હસ્‍તે પ્રોત્‍સાહક ઈનામ અર્પણ કરવામાં આવેલ શોભાયાત્રામાં આગેવાનો તેમજ વિશાળ સંખ્‍યામાં લોકો જોડાયા હતા શોભાયાત્રાના દર્શન કરવા માર્ગોની બંને બાજુ મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા અને શોભાયાત્રા નિહાળી હતી આ જન્‍માષ્ટમી પર્વની ઉજવણી નિમિતે જામકંડોરણાના સરદાર પટેલ ચોકને આકર્ષક શણગારથી સુશોભિત કરવામાં આવેલ હતો જે નિહાળવાનો મોટી સંખ્‍યામાં લોકોએ લાભ લીધો હતો.જામકંડોરણા તાલુકાના ઉજળા, સાજડીયાળી,બોરીયા, જશાપર,ધોળીધાર ગામોએ પણ જન્‍માષ્ટમીની શોભાયાત્રાઓ નીકળી હતી

(10:40 AM IST)