<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

ગ્રીનસીટીના દેવેન શેઠને ‘‘પ્રાઉડ ઓફ ભાવનગર'' એવોર્ડ

શહેરને હરીયાળુ બનાવવા માટે

રાજકોટઃ તારકભાઈ શાહના ડીઝીટલ અખબાર ‘‘નવમી કોલમ'' ના દિપોત્‍સવી અંકના વિમોચન પ્રસંગે શહેરના અનેક પ્રતિષ્ઠિત લેખકો અને કવિઓના સન્‍માન કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ(મો. ૯૮૭૯૫ ૧૧૩૫૦)ને ભાવનગરમાં ૨ લાખથી વધુ વળક્ષોનું વળક્ષારોપણ અને તેની માવજત, ઉછેર કરી ભાવનગરને ગુજરાતનું બીજા નંબરનું હરીયાળુ શહેર બનાવવા બદલ કેબીનેટ કળપી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્‍તે ‘‘પ્રાઉડ ઓફ ભાવનગર''ના સ્‍પેશ્‍યલ એવોર્ડથી નવાજવામાં આવ્‍યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ માટે દેવેનભાઈ શેઠ એ એકલા હાથે છેલ્લા ૧૪ વર્ષોથી તનતોડ મહેનત કરી છે. તન-મન અને ધન ત્રણેય દેવેનભાઈ એ આ માટે રેડયા છે. છેલ્લા ૧૪ વર્ષોથી   પોતે જાતે ટેમ્‍પો ચલાવી રોજ ૨ કલાક વળક્ષોને પાણી પાય છે. તેમણે તારકભાઈ શાહ અને ‘‘નવમી કોલમ'' ની ટીમનો આભાર વ્‍યકત કરાયાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(2:43 PM IST)