News of Tuesday, 28th July 2026
સૌરાષ્ટ્રની ૪૦૪ વર્ષ જુના કાલાવડ પંથકનાં પ્રાચીન દાણીધાર ધામમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે
પૂ.નાથજીદાદા અને પૂ. ઉપવાસી બાપુની તપોભૂમિમાં ચરણ પાદુકા પૂજન સાથે ધાર્મિક કાર્યક્રમ : ટ્રસ્ટ દ્વારા સર્વે ભકતોને સહકુટુંબ નિમંત્રણ પાઠવાયું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૫: સૌરાષ્ટ્રની અતિ પ્રાચીન અને પૌરાણિક એવી શ્રી નાથજીદાદાની જગ્યા દાણીધાર ધામમાં આ વર્ષે ગુરૂપૂર્ણિમા પર્વ ધામધૂમપૂર્વક ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
૪૦૪ વર્ષ જૂની અને ‘તુ હી રામ પ્યારે રામ'ના નાદથી ગુંજતી આ પાવનકારી ભૂમિ સંતશ્રી નાથજીદાદા તેમજ સંતશ્રી ઉપવાસી બાપુની તપોભૂમિ તરીકે જાણીતી છે. અહીં બાર જીવાત્માઓની ચૈતન્ય સમાધિ પણ આવેલી છે.
શ્રી નાથજીદાદા ટ્રસ્ટ અને શ્રી નાથજી દાણીધાર ગૌશાળા ટ્રસ્ટના આયોજન અનુસાર વિક્રમ સંવત ૨૦૮૨ અષાઢ સુદ ૧૫ (પૂનમ) એટલે કે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવશે.
કાર્યક્રમ અંતર્ગત બુધવાર તા. ૨૯-૦૭-૨૦૨૫ના સવારે ૭-૧૫ કલાકે ગુરૂપૂર્ણિમાના ઉત્સવની ઉજવણીમાં ચરણ પાદુકાનું પૂજન કરવામાં આવશે.
આ પાવન પ્રસંગે શ્રી નાથજીદાદા ટ્રસ્ટ, શ્રી નાથજી દાણીધાર ગૌશાળા ટ્રસ્ટ અને મહંતશ્રી સુખદેવદાસજીબાપુ ગુરુશ્રી ચતુર્ભુજદાસજી (શ્રી ઉપવાસી બાપુ) દ્વારા સમસ્ત સેવક ગણ તેમજ ધર્મપ્રેમી ભાવિક ભક્તોને સહકુટુંબ, મિત્રમંડળ સહિતને મુ.દાણીધાર, પોસ્ટઃ મુળીલા, તા. કાલાવડ (શિતલા), જી. જામનગર-૩૬૧૧૫૦
સંપર્ક : ૯૮૨૪૪ ૭૫૧૭૫ ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
