News of Saturday, 25th July 2026
જાળિયાના શિવકુંજ આશ્રમમાં ગુરુપૂર્ણિમા પર્વની આસ્થાભેર ઉજવણી થશે : વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા ભવ્ય આયોજન
સંત ગોપાલગીરીબાપુની પૂજન-વંદના, ગુરુપૂજન અને મહાપ્રસાદના ક્રમ સાથે ગોહિલવાડના ધાર્મિક ધામ ખાતે બુધવારે યોજાશે મહિમાવંત ઉત્સવ

જાળિયા:ગોહિલવાડના ગૌરવરૂપ અને વિવિધ ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓથી ધમધમતાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આવનારી બુધવાર તા. ૨૯ના રોજ મહિમાવંત ગુરુપૂર્ણિમા પર્વની શ્રદ્ધા અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે.
ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદનું આયોજન: શ્રી વિશ્વાનંદ માતાજીના નેતૃત્વમાં આશ્રમ પરિવાર દ્વારા આયોજિત આ ઉત્સવ દરમિયાન સંત શ્રી ગોપાલગીરીબાપુની પૂજન-વંદના કરવામાં આવશે. ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ગુરુપૂજન, વંદના તથા મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહોળા પ્રમાણમાં ભક્તો જોડાશે. (અહેવાલ - મુકેશ પંડિત)
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
