News of Tuesday, 28th July 2026
કાલે જૂનાગઢના ભવનાથ કાશ્મીરી બાપુ આશ્રમમાં ગુરૂપૂર્ણિમા ઉજવાશે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા.૨૮: જૂનાગઢના ભવનાથ ખાતે આવેલ અતિ પૌરાણીક આમકુ ખાતે શ્રી દાતારેશ્વર મહાદેવ કાશ્મીરીબાપુ આશ્રમ ખાતે સંવત ૨૦૮૨ ના ગુરૂપૂર્ણિમાં ના શુભ દિવસે અષાઢ સુદ પુનમ બુઘવાર તારીખ ૨૯-૭-૨૦૨૬- ના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
સવારે ગુરૂ સમાધી પૂજન, આ અંગે ભવનાથ સ્થિત આમકુ ખાતે દાતારેશ્વર મહાદેવ આશ્રમના મહંત ૧૦૦૮ નમેદાપુરી માતાજીએ જણાવ્યું હતું કે, ૨૯ જૂલાઈ- બુઘવારે શ્રી દાતારેશ્વર મહાદેવ આશ્રમમાં ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગની ઉજવણી કરવામાં આવશે. ઉજવણીમાં સવારે બ્રહ્મલીન ગુરૂ મહારાજ કાશમીરી બાપુની સમાધીનું પૂજન કરવામાં આવશે. બાદમાં બપોરના ભાવિકોભકતો માટે ભોજન - મહાપ્રસાદનું આયોજન કરાયું ગુરૂપૂર્ણિમાની ઉજવણીના પાવન પ્રસંગે ગુરૂજીની સમાધીનું પૂજન, દર્શન ભોજન-પ્રસાદ અને ભાવિકભકતો એ લાભ લેવા મંહત શ્રી ૧૦૦૮ નર્મદાપુરી માતાજી ગુરૂ શ્રી કાશમીરી બાપુ દ્રારા ભાવિક ભક્તોને ભાવભર્યું નિમંત્રણ પાઠવામા આવે છે
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
