News of Friday, 3rd July 2026
બગસરામાં મોહરમના તાજીયા જોવા ગયેલા હમીદાબેન ભટ્ટી લાપતા

રાજકોટ તા.૩: બગસરા શહેરના વિજય ચોક ખાતેથી મોહરમના તાજીયા જોવા ગયેલા ૬૦ વર્ષીય વૃદ્ધા ગુમ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. હુડકો કોલોની, બગસરાના રહેવાસી હમીદાબેન હનીફભાઈ ભટ્ટી પરિવાર સાથે તાજીયા જોવા ગયા બાદ પરત ફર્યા નથી.
લાપત્તા થયેલા હમીદાબેન હનીફભાઈ ભટ્ટીની ઉમર આશરે ૬૦ વર્ષ, ઊંચાઈ આશરે ૫ ફૂટ, દુબળું શરીર, વાળ સફેદ, રંગ ઘાટો શ્યામવર્ણ. ગુમ થયા સમયે વાદળી અને ગુલાબી કલરનો ડ્રેસ પહેરેલો હતો.
પરિવારજનોઍ આજુબાજુના વિસ્તારોમાં શોધખોળ કરી પરંતુ પત્તો લાગ્યો નથી. અંતે પરિવારે સોશિયલ મીડિયા મારફતે લોકોને મદદની અપીલ કરી છે. જે કોઈને હમીદાબેન જોવા મળે તો તાત્કાલિક (મો.નં.૮૪૬૯૦ ૬૬૭૧૫)ઉપર જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. મોહરમ નિમિત્તે ભીડ હોવાથી વૃદ્ધા રસ્તો ભૂલી ગયા હોવાની આશંકા છે. પોલીસને પણ જાણ કરવામાં આવી છે. નગરજનોને આ માહિતી વધુમાં વધુ શેર કરી મદદરૂપ થવા અપીલ કરવામાં આવી છે. આ બનાવ અંગે બગસરા પોલીસ સ્ટેશનમાં જાણ કરાઇ છે
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
