News of Friday, 30th October 2026
હનુમાનજી ક્ષણે-ક્ષણે રામમય છે : પ.પૂ. હરિપ્રકાશદાસજી
શ્રી હનુમંત ચરિત્ર કથામાં સ્વામીની અમળતવાણીઃ ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુરની ધરતી પસંદ કરીને કરોડો ભાવિકોનું કલ્યાણ કર્યું : જીવનમાંથી થોડો સમય મંદિર માટે ફાળવો : અથાણાવાળા સ્વામીનું આહવાન

રાજકોટ, તા.૩૦: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ભવ્ય પાટોત્સવની ઉજવણીનો આજે પ્રારંભ થયો છે.સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પરિવાર અને વડતાલ સંસ્થાન દ્વારા પાટોત્સવના કાર્યક્રમો ૫.પૂ.શા.સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) અને કોઠારી પૂજ્ય વિવેકસાગર સ્વામી સ્વામીની આગેવાનીમાં યોજાય છે. શ્રી મદનમોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ ધોલેરાધામનાં ઉપલક્ષમાં પરમકળપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કળપાથી, વડતાલદેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીનાં શુભઆશીર્વાદથી અને અ.નિ. સાધુ શ્રી શ્યામવલ્લભદાસ સ્વામીની પુણ્યસ્મળતિમાં અનેપ.પૂ.ગુરૂવર્ય શ્રી અથાણાવાળા સ્વામીનાં આશીર્વાદથી એવં પ.પૂ.સ.ગુ.પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશ દાસજી સ્વામી (અથાણાવાળા) ૫.પૂ.સ.ગુ.ડો.શા.શ્રી સ્વામી-પ્રેરણાથી એવમ્ સંતવલ્લભદાસજી ચેરમેનશ્રી,વડતાલનીશ્રી કષ્ટભંજનદેવનો ૧૭૮મો વાર્ષિક પાટોત્સવ ઉજવાય રહ્યો છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ભવ્ય પાટોત્સવની ઉજવણી તા. ૨૮ ને બુધવારથી શરૂ થઈ છે. ૫.પૂ.શા.સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ના વક્તાપદે ત્રિદિનાત્મક શ્રી હનુમંત ચરિત્ર કથાનું આયોજન તા. ૨૮ ને બુધવાર થી આજે તા.૩૦ ને શુક્રવાર દરમિયાન રાખવામાં આવેલ છે. ભવ્ય‘ શ્રી હનુમંત ચરિત્ર કથા'મા પ.પૂ. શાષાી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)એ હનુમાનજી મહારાજના અલૌકિક ચરિત્ર અને તેમની નિઃસ્વાર્થ ભક્તિનું અત્યંત ભાવપૂર્ણ વર્ણન કર્યું હતું. કથામાં હાજર હજારો ભાવિકો રામ-હનુમાનની ભક્તિમાં તરબોળ બન્યા હતા. ૫.પૂ.શા.સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજીએ પોતાની કથામાં સાળંગપુર ધામનો વિશેષ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, સદગુરૂ ગોપાળાનંદ સ્વામીજીએ સાળંગપુરની પવિત્ર ધરતી પસંદ કરીને ભાવિકો માટે ખૂબ જ ઉત્તમ અને ઐતિહાસિક કાર્ય કર્યું છે. આજે સાળંગપુર માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કરોડો હરિભક્તો માટે શ્રદ્ધા, ભક્તિ અને સંકટમોચનનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે. ત્યાં બિરાજમાન કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ ભક્તોના તમામ કષ્ટો દૂર કરે છે. પૂજ્ય સ્વામીજીએ હનુમાનજીના ચરિત્ર પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, ૅહનુમાનજી મહારાજ શ્રી રામ ભગવાનની ભક્તિમાં પૂર્ણ તળપ્ત હતા. તેમના રોમે-રોમે અને ક્ષણે-ક્ષણે માત્ર રામ જ વસેલા છે. તેઓ સાચા અર્થમાં રામમય છે.હનુમાનજીનું જીવન આપણને ત્યાગ અને સમર્પણ શીખવે છે. હનુમાનજી મહારાજે પોતાના સમગ્ર જીવન દરમિયાન કયારેય ભગવાન શ્રી રામ પાસે પોતાના સ્વાર્થ માટે કંઈ પણ માગ્યું નથી. તેમણે માત્ર અને માત્ર ભગવાનની સેવા જ કરી છે. નિઃસ્વાર્થ સેવા એ જ સાચી ભક્તિ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે સમગ્ર ભારત વર્ષમાં જો સર્વત્ર સૌથી વધુ મંદિરો કોઈ દેવના હોય તો તે છે શ્રી હનુમાનજી મહારાજના. નાના ગામથી લઈને મોટા શહેર સુધી, દરેક શેરીએ હનુમાનજી બિરાજમાન છે. આ વાત એ સાબિત કરે છે કે કળિયુગમાં હનુમાનજી જાગળત દેવતા છે અને સૌથી વધુ પૂજનીય છે.
અંતમાં પૂ. સ્વામીજીએ તમામ ભાવિકોને આહવાન કરતા જણાવ્યું હતું કે, આજના ભાગદોડ ભર્યા જીવનમાં આપણે પૈસા અને વ્યવસાય પાછળ આખો દિવસ દોડીએ છીએ, પરંતુ આપણા જીવનના કલ્યાણ માટે આપણે મંદિરો માટે પણ સમય ફાળવવો જોઈએ. દરરોજ થોડો સમય મંદિરમાં જઈને, કથા-વાર્તા સાંભળીને મનને શાંતિ અને જીવનને સાર્થક બનાવવું જોઈએ. કથા બાદ ભવ્ય આરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
