<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

સહકારી ક્ષેત્રે ૪૦ વર્ષની સફળ કારકિર્દી બદલ હરિભાઈ જોષીનું થશે ભવ્ય અભિવાદન : નેસવડમાં યોજાશે વિશેષ કાર્યક્રમ

નેસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપનાના ૪૦ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે બુધવારે યોજાશે ઉજવણી : સર્વોત્તમ ડેરીના મુખ્ય વહીવટકર્તા તરીકે સેવા આપતા હરિભાઈનું કરાશે સન્માન

ઈશ્વરિયા : ભાવનગર જિલ્લાના નેસવડ ગામ ખાતે આગામી બુધવાર, તારીખ ૩૦ સપ્ટેમ્બરના રોજ સહકારી ક્ષેત્રના અગ્રણી હરિભાઈ જોષીનો અભિવાદન સમારોહ યોજાનાર છે. સહકારી ક્ષેત્રે તેમની ૪૦ વર્ષની ઉજ્જવળ કારકિર્દી તેમજ તેમણે જ સ્થાપેલી શ્રી નેસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપનાને ૪૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (સર્વોત્તમ) માટે મુખ્ય વહીવટી જવાબદારી નિભાવી રહેલા હરિભાઈ જોષીએ સહકારી ક્ષેત્રના વિકાસમાં નોંધપાત્ર પ્રદાન આપ્યું છે. આ પ્રદાનને બિરદાવવા માટે નેસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવશે.

આગામી બુધવારે યોજાનારા આ અભિવાદન કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળીના પ્રમુખ દયારામભાઈ બારૈયા, મંત્રી પ્રાગજીભાઈ નાંદવા તેમજ મંડળીના તમામ સભાસદો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(7:41 PM IST)