તા. ૧૨ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૩ રવિવાર
News of Thursday, 30th April 2026
જામનગરના દડીયા ખાતે જોઈશર પરિવાર દ્વારા સુરાપુરા શ્રી વશરામબાપાનો હવન (ભયરૂ )
હવન સાથે પરિવારજનો માટે ભોજનરૂપી મહાપ્રસાદનું પણ આયોજન

જામનગર: જામનગરના હાલારી ભાનુશાળી જોઈશર પરિવાર દ્વારા દર વર્ષે યોજાતો સુરાપુરા શ્રી વશરામબાપાનો હવન (ભયરૂ) દડીયા ખાતે આજે ગુરૂવારના રાખવામાં આવેલ છે. હાલારી ભાનુશાળી જોઈશર પરિવાર દ્વારા જામનગરની ભાગોળે આવેલ દડીયા ગામ ખાતે તા. ૩૦ એપ્રિલ વૈશાખ સુદ ૧૪ના રોજ હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.સાથોસાથ પરિવારજનો માટે ભોજનરૂપી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
જોઈશર પરિવારના સુરાપુરા શ્રી વશરામબાપાનો હવન (ભયરૂ) દર વર્ષે પરિવારજનો દ્દારા શ્રધ્ધાપૂર્વક યોજવામાં આવે છે. આ વર્ષે ગુરૂવારે યોજાનાર આ હવનમાં ધ્વજા ચડાવવા માટે જય વિવેકભાઈ જોઈશર, ઘી હોમવા માટે જીગરભાઈ જયેશભાઈ જોઈશર તથા ગૃહશાંતિ માટે કિશોરભાઈ ગોરધનભાઈ જોઈશર અને બીડું રાજેશભાઈ નારણભાઈ જોઈશર દ્વારા હોમવામાં આવશે. હવનમાં ઉપસ્થિત રહેવા તમામ જોઈશર પરિવારને પ્રમુખ મુકેશ એન.જોઈશર તથા કમિટી મેમ્બરો દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
(1:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
