News of Friday, 25th September 2026
માળીયા નજીક ક્રેટા કારમાં ચોરખાનામાં દારૂના 397 ચપલા છુપાવીને લઈ જતો શખ્સ પકડાયો.
રાજસ્થાનના ડ્રાઈવરની ધરપકડ : દારૂ મોકલનાર અન્ય એક શખ્સ સામે પણ ગુનો નોંધાયો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ભુજ રેન્જ અને માળીયા મીંયાણા પોલીસની ટીમે માળીયા-કંડલા નેશનલ હાઈવે પર ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. કારમાં ડ્રાઈવર સીટ નીચે બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના શખ્સની ધરપકડ કરી છે.
માહિતી મુજબ, વાહન ચેકિંગ દરમિયાન હ્યુન્ડાઈ ક્રેટા કાર (GJ-10-CG-2178) શંકાસ્પદ જણાતા પોલીસે તેને રોકી તલાશી લીધી હતી. આ તપાસમાં કારની ડ્રાઈવર સીટ નીચે એક ચોરખાનું મળી આવ્યું હતું, જેમાંથી 8 PM બ્રાન્ડના 180 ml ના 397 દારૂના ચપલા (કિંમત 49,625) તેમજ 8,00,000 ની કાર સહિત કુલ 8,54,625 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે કાર ચાલક રાવતસિંહ ભેરસિંહ ચૌહાન (ઉ.વ. 26 )( રહે. જોરાદર, તા. સીતલવાણા, જી. જાલોર, રાજસ્થાન) ની અટકાયત કરી પૂછપરછ ક૨તા જાણવા મળ્યું હતું કે આ દારૂ ભરેલી કાર માંગીલાલ રબારી (રહે. કોદ, તા. સાંચોર, જી. જાલોર) નામના શખ્સે આપી હતી જેને ગાંધીધામ પહોંચાડવાની હતી. આ મામલે માળીયા મીંયાણા પોલીસ મથકમાં પકડાયેલા ડ્રાઈવર અને માલ મોકલનાર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
