News of Sunday, 24th May 2026
ભાવનગરમાં વાદળીયા વાતાવરણ વચ્ચે ગરમીમાં વધારો : બફારાથી લોકો ત્રાહિમામ
ગરમી અને બફારાના કારણે બપોરના સમયે રસ્તાઓ પર અવરજવર ઓછી:. લોકો ઠંડા પીણાં, છાશ અને આઈસ્ક્રીમ તરફ વધુ વળ્યા

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: શહેરમાં સતત બીજા દિવસે વાદળીયા વાતાવરણ વચ્ચે ગરમી અને બફારાનું પ્રમાણ વધતા લોકો અકળાઈ ઉઠ્યા હતા. દિવસભર ઉકળાટભર્યા વાતાવરણના કારણે લોકો તોબા પોકારી ગયા હતા. વાદળછાયા માહોલ વચ્ચે પણ ગરમીમાં ઘટાડો ન નોંધાતા જનજીવન પર અસર જોવા મળી હતી.
હવામાન વિભાગના આંકડા મુજબ આજે શહેરનું મહત્તમ તાપમાન ૪૧.૯ ડિગ્રી સુધી પહોંચ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન ૨૯.૩ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૨ ટકા રહેતા બફારાનો અનુભવ વધુ થયો હતો. સાથે જ પવનની ઝડપ પ્રતિ કલાક ૧૪ કિલોમીટર નોંધાઈ હતી.
ગરમી અને બફારાના કારણે બપોરના સમયે રસ્તાઓ પર અવરજવર ઓછી જોવા મળી હતી. લોકો ઠંડા પીણાં, છાશ અને આઈસ્ક્રીમ તરફ વધુ વળ્યા હતા. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગરમી અને વાદળીયા વાતાવરણ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
