<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

જૂનાગઢના માંગરોળ દરિયામાં ભારે કરંટ : 5 થી 7 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા, બંદર પર 3 નંબરનું સિગ્નલ લાગ્યું

માછીમારોને દરિયો ન ખેડવા અને પ્રવાસીઓને દરિયાકિનારે ન જવાની સખત સૂચના

હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે જૂનાગઢના માંગરોળના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં 5 થી 7 ફૂટ ઊંચા આકાશી મોજા ઉછળતા હોવાના કારણે પરિસ્થિતિ ગંભીર બની છે, જેના પગલે માંગરોળ બંદર પર 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે તમામ ફિશિંગ બોટોને દરિયાકિનારે સુરક્ષિત રીતે લંગારી દેવામાં આવી છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા અને પ્રવાસીઓને દરિયાકિનારે ન જવાની સખત સૂચના આપીને સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ મોડ પર મૂકી દેવાયું છે.

(10:25 PM IST)