News of Tuesday, 23rd June 2026
ગોંડલમાં ધોધમાર વરસાદથી વોરાકોટડા પાસેની બાલેશ્વર નદીમાં પાણીની ભારે આવક:નદીમાં પૂર જેવી સ્થિતિ
ઉપરવાસમાં પડેલા મુશળધાર વરસાદને કારણે નદીમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ

ગોંડલ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે. વોરાકોટડા પાસે આવેલી બાલેશ્વર નદીમાં પાણીની ભારે આવક થતા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં પડેલા મુશળધાર વરસાદને કારણે નદીમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે, જેને પગલે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
