<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

સૌરાષ્‍ટ્રમાં ધોધમાર વરસાદથી ૧ર૬ ગામોમાં અંધારપટઃ ૧૦૯ થાંભલા ડેમેજઃ પ૦પ ફીડર બંધઃ રાજકોટ જીલ્લાના ૯૭ ફીડર ડ્રીપમાં: ૧ર ગામોમાં અંધારા

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગતરાતથી શરૂ થયેલા ભારે વરસાદે વીજતંત્રને ફરી દોડધામ કરાવી છેઃ રાજકોટ જીલ્લાના ૯૭ ફીડર સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કુલ પ૦પ ફીડર બંધ પડી ગયા છે, કુલ ૧૨૬ ગામોમાં અંધારપટ છવાયો છે, ૧૦૯ થાંભલા પડી ગયા છેઃ ર ટીસી ડેમેજ થયા છે, રાજકોટ જીલ્લાના ખેતીવાડીના ૯૭ ફીડર અને ૧ર ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે, તંત્ર દ્વારા ત્રણ ડઝન  ટીમો દોડાવાઇ છે.

(3:49 PM IST)