News of Thursday, 14th May 2026
કચ્છના માધાપરમાં હિચકારી ઘટના : સાવકા પિતા અને સગી માતાએ 7 વર્ષની માસુમ બાળકી પર ક્રૂરતાપૂર્વક ત્રાસ ગુજાર્યો.
બાળકીને દીવાલ સાથે અથડાવી જમીન પર પટકી હોવાનો અને માતાએ પણ માર મારી ગુનામાં મદદગારી કરી હોવાનો આક્ષેપ

કચ્છ જિલ્લાના માધાપરમાંથી માનવતાને શરમાવે એવી ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી છે. માત્ર 7 વર્ષની માસૂમ બાળકી પર તેના જ માવતર દ્વારા અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાનો બનાવ સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પરિવારના સભ્ય દ્વારા નોંધાયેલ ફરિયાદમાં આરોપ છે કે સાવકા પિતા અને સગી માતાએ 7 વર્ષની માસુમ બાળકી પર ક્રૂરતાપૂર્વક ત્રાસ ગુજાર્યો. બાળકીને દીવાલ સાથે અથડાવી જમીન પર પટકી હોવાનો, સળગતી બીડી વડે શરીરે ડામ આપ્યાનો અને માતાએ પણ માર મારી ગુનામાં મદદગારી કરી હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે પોલીસે પોસ્કો સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કચ્છ જિલ્લાના માધાપર વિસ્તારમાં મમતા મરી પરવારી હોય એવી એક ઘટનાએ સમગ્ર પંથકમાં હાહાકાર મચાવ્યો છે. માત્ર 7 વર્ષની માસૂમ બાળકી પર તેની જ માતા અને સાવકા પિતાએ અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાનો આરોપ થયો છે. માધાપર પોલીસ મથકે બાળકીના પરિવારના એક સભ્ય દ્વારા નોંધાવેલ ફરિયાદમાં આરોપ છે કે, સાવકા પિતા અને સગી માતાએ બાળકી પર ક્રૂરતાપૂર્વક ત્રાસ ગુજાર્યો. આરોપીએ બાળકીને દીવાલ સાથે અથડાવી જમીન પર પટકી હતી. સળગતી બીડી વડે શરીરે ડામ પણ આપ્યા હતા.
ઉપરાંત, બાળકીને માથા અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. માતાએ પણ માર મારી ગુનામાં મદદગારી કરી હોવાનો ફરિયાદમાં આરોપ છે. જો કે, તેઓ બાળકી પર ત્રાસ કેમ ગુજારતા હતા તે અંગેનું સાચું કારણ હાલ સામે આવ્યું નથી. આ મામલે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. માવતર અને સંતાનોનો સંબંધ પૃથ્વી પરનો સૌથી પવિત્ર સંબંધ હોય છે પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે માનવીય સમાજ માટે એક મોટો અને ગંભીર પ્રશ્ન ઊભો થાય છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
