<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

બાબરા પાસે હિટ એન્‍ડ રનઃ મુળ એમપીના ખેતમજૂર ટીકારામનું મોત

કોટડાપીઠા ગામે કામે જતી વખતે કારનો ચાલક બાઇકને ઉલાળીને ભાગ્‍યોઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૪: બાબરા નજીક કોટડાપીઠા ગામ પાસે હિટ એન્‍ડ રનના બનાવમાં મુળ મધ્‍યપ્રદેશના ખેતમજૂરનું મોત થયું છે. આ પ્રોૈઢ બાઇક હંકારી મજુરીએ જતાં હતાં ત્‍યારે કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ બારરામાં રહેતાં ટીકારામ ટોટીયાભાઇ રાવત (ઉ.વ.૫૦) ગઇકાલે સવારે બાબરાથી બાઇક હંકારી કોટડાપીઠા ગામે ખેત મજૂરી કરવા જતાં હતાં ત્‍યારે રસ્‍તામાં અજાણી કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમા ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો છ.ે

મૃત્‍યુ પામનારને સંતાનમાં એક દિકરી અને પાંચ દિકરા છે. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બાબરા પોલીસને કરતાં જીવલેણ અકસ્‍માત સર્જી ભાગી ગયેલા કાર ચાલકને શોધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

(2:42 PM IST)