તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Wednesday, 29th April 2026
ધ્રોલ પાસે ‘હિટ એન્ડ રન': બાઈક સવાર હરિયાસણના બે સાધુઓના કરૂણ મળત્યુ
પુરપાટ ઝડપે આવેલા ટ્રકની ટક્કરે ભોગ લેવાયોઃ ટ્રક ચાલકની શોધખોળઃ ઉપલેટા પંથકમાં મંદિરમાં સેવા પુજા કરતા'તા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. ૨૯: જામનગર-રાજકોટ હાઈવે પર ભયાનક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, જેમાં ટ્રકની જોરદાર ટક્કર લાગતાં બાઈક પર સવાર બે સાધુઓનાં કરુણ મળત્યુ નિપજ્યાં છે. અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
આ અંગે સીંધાતભાઈ રમેશભાઈ ડાંગર ઉ.વ. ૩૪, (રહે. ઉમાપાર્ક, જામજોધપુર) દ્વારા ધ્રોલ પોલીસ મથકમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ ગઈકાલે મોડી રાત્રે આશરે અઢી વાગ્યાના આસપાસ ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામે આવેલા ચૈતન્ય હનુમાનજી મંદિરમાં સેવા પૂજા કરતા સાધુ બ્રિજેન્દ્રમુની સુખસમુનીજી પોતાનો મોટરસાયકલ નંબર જીજે-૩૬ કે ૨૪૮૨ લઈને પોતાની સાથે જ સેવાપૂજા કરતા ચંદ્રપાલ ઉર્ફે ચંદનમુની ધર્મસિંહ સાથે ધ્રોળ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા.
દરમિયાન ધ્રોલ માર્કેટિંગ યાર્ડ નજીક જીજે ૧૨ સીટી ૧૨૫૪ નંબરના ટ્રકના ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને બેફીકરાઈથી હંકારતા બાઈકને જોરદાર ઠોકર મારી હતી. આ અકસ્માતમાં બંને સાધુઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ધ્રોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચંદ્રપાલ ઉર્ફે ચંદનમુનીને મળત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે બ્રિજેન્દ્રમુનીને વધુ સારવાર માટે જામનગર રીફર કરવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં તેમનું પણ મોત નિપજ્યું હતું.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી પુરાવા એકત્રિત કર્યા છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
શેખપાટ પાસે કાર ચાલકે ઠોકર મારતા યુવકને હેમરેજ
સાવરકુંડલાના ઠવી ગામે રહેતા સામતભાઇ મનસુખભાઇ વાઘેલાએ પંચ એ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે શેખપાટ પાટીયા પાસે આ કામેના આરોપી કાર નંબર જીજે-૦૫- આરબી- ૯૭૦૭ના ચાલકે ફરીયાદીના ભાઇ મેહુલભાઇને હડફેટે લેતા શરીરે ગંભીર ઇજાઓ કરી હેમરેજ જેવી ગંભીર ઇજા કરી ગુન્હો કરેલ છે.
હાપામાંથી આંકડાશાષાી ઝડપાયો
પંચ એ પોલીસ મથકના કે.એ. ખીમાણીયાએ હાપાના ઢાળીયા પાસેથી આ કામેના આરોપી પ્રવિણ વલ્લભભાઇ સીપરીયાને જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરતા રોકડ રૂા.૨૮૦ના મુદામાલ સાથે ઝડપી પાડયોહતો.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
