News of Sunday, 8th November 2026
રવાપર રોડ પર હીટ એન્ડ રન, બાઈક સવાર યુવાનનું મોત નીપજાવી અજાણ્યો કાર ચાલક ફરાર.
રામ તળાવ પાસે જોગ અન્નક્ષેત્ર સામે રોડ પરથી જતા હતા ત્યારે પાછળથી એક અજાણી ફોર વ્હીલના ચાલકે બાઈકને ટક્કર મારી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેરના રવાપર રોડ પર હીટ એન્ડ રનનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં પુરપાટ જતા કારના ચાલકે બાઈકને અડફેટે લેતા એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું જયારે એક યુવાનને ઈજા પહોંચી હતી પોલીસે અજાણ્યા ફોર વ્હીલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ટંકારા તાલુકાના વીરપર પ્લોટ વિસ્તારના રહેવાસી સુખદેવભાઈ કેશવજીભાઇ ઉધરેજા (ઉ.વ.૨૮) નામના યુવાને અજાણ્યા ફોર વ્હીલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી સુખદેવ ઉધરેજા અને મિત્ર ભરત વિનોદભાઈ મુછ્ડીયા બંને કાકાના દીકરા વિજય ઉધરેજાનું બાઈક જીજે ૩૬ કે ૯૩૨૧ લઈને રવાપર રોડ પર રામ તળાવ પાસે જોગ અન્નક્ષેત્ર સામે રોડ પરથી જતા હતા ત્યારે પાછળથી એક અજાણી ફોર વ્હીલના ચાલકે બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદી સુખદેવભાઈને શરીરે ઈજા પહોંચી હતી જયારે મિત્ર ભરતભાઈને નાની મોટી ઈજા કરી માથામાં ગંભીર ઈજા કરી મોત નીપજાવી ફોર વ્હીલ લઈને ચાલક નાસી ગયો હતો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ ચલાવી છે.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
