તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Wednesday, 18th November 2026
ગિરનાર પરિક્રમા શરૂ થવાને આડે ગણતરીના કલાકો, ભવનાથમાં ધમધમાટ, જડબેસલાક બંદોબસ્ત
ભક્તિ, ભજન માટે સાધુ સંતો અને પુણ્યનું ભાથુ બાંધવા ભાવિકોનું આગમન, તંત્ર ખડેપગે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૮: ગરવા ગિરનારની ૩૬ કિલોમીટરની પવિત્ર લીલી પરિક્રમા શરૂ થવાને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે ભવનાથ તળેટીમાં ભક્તિ અને ઉત્સાહનો અભૂતપૂર્વ માહોલ જોવા મળી રહ્યો છે. પુણ્યનું ભાથું બાંધવા માટે ભાવિકો અને ભજન-ભક્તિ માટે સાધુ-સંતોનું ભવનાથ ખાતે આગમન શરૂ થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ધમધમાટ વ્યાપી ગયો છે.
યાત્રિકોના સંભવિત ધસારાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તળેટીથી લઈને જંગલના રૂટ પર પીવાના પાણી, આરોગ્ય, લાઈટ અને ઉતારા સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પૂર્ણ કરી દેવાઈ છે. અન્નક્ષેત્રો પણ ધમધમવા લાગ્યા છે. ‘જય ગિરનારી'ના નાદ સાથે તળેટી ગુંજી ઉઠી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર તંત્ર સતત ખડેપગે રહીને કામગીરી કરી રહ્યું છે.
તા. ૨૦ થી ૨૪ નવેમ્બર યોજાનાર ગિરનાર પરિક્રમા લઈને પોલીસ તંત્ર સજ્જ થઈ ગયું છે. આ પાવનકારી પરિક્રમામાં બહોળા પ્રમાણમાં માનવ મહેરામણ સમગ્ર રાજ્ય અને ગુજરાત બહારથી પુણ્યનું ભાથું બાંધવા આવે છે.
લીલી પરિક્રમાનો રૂટ ૩૬ કિલોમીટર લાંબો અને પર્વતીય વિસ્તાર વાળો છે. ગિરનાર જંગલ વિસ્તારમાં અવિરત ૨૪ કલાક યાત્રિકો પગપાળા પરિક્રમા કરતા હોય પરિક્રમા રૂટ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એસપી સુબોધ ઓડેદરા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રૂપાયતન, ઝીણા બાવા મઢી, માળવેલા, નળપાણીની ઘોડી, બોરદેવી, ગિરનાર, ભવનાથ અને શહેર ટ્રાફિક સહિત ૮ ઝોનમાં ૭ ડીવાયએસપી, ૨૮ પીઆઇ, ૮૩ પીએસઆઇ, ૮૧૮ પોલીસ, ૭૦ ટ્રાફિક પોલીસ, ૨ બીડીડીએસ, ૧ કંપની એસઆરપી, ૧ પ્લાટુન એસડીઆરએફ, ૨૫૦ હોમગાર્ડ, ૭૧૦ જીઆરડી, ૧૯૪ તાલીમાર્થીને તૈનાત કરવામાં આવ્યા છે. તમામ ઝોનમાં ડીવાયએસપીનું સુપરવિઝન રાખવામાં આવ્યું છે.
ગિરનાર પરિક્રમા બંદોબસ્તમાં કુલ ૪૦ રાવટી, ૫ પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ રાખવામાં આવેલ છે. સમગ્ર બંદોબસ્તમાં તમામ પોલીસ રાવટી, ભવનાથ તેમજ ગિરનાર વિસ્તારને હાઈ રિસોલ્યુશન સીસીટીવી કેમેરા થી સુરક્ષિત કરવામાં આવેલ છે. જેનો કમાન્ડ કંટ્રોલ રૂમ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે બનાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત ગિરનારમાં પુણ્યનું આવનાર મહિલા, બાળકો અને વળદ્ધોની મદદ કરવા તેમજ સુરક્ષા સુનિヘતિ કરવા માટે ઝોન વાઇઝ ૮ શી ટીમની રચના કરવામાં આવેલ છે.
આ સાથે પરિક્રમાના વિવિધ રૂટ પર કેમેરા ગોઠવી પરિક્રમા દરમિયાનની તમામ પ્રકારની હિલચાલ પર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવશે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
