News of Saturday, 14th November 2026
કોડીનાર વેરાવળ હાઇવે પર પિકઅપ વાહને હડફેટે લેતા પતિનું મૃત્યુઃ પત્નિ સારવારમાં

વેરાવળ, તા.૧૪: કોડીનાર વેરાવળ હાઇવે પર -સંગ પૂર્ણ કરી પરત ફરતા દંપતી ના બાઇક ને બોલેરો પીકઅપ વાહને હડફેટે લેતા પતિનું કરૂણ મળત્યુ નીપજ્યું હતું જ્યારે પત્ની ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ હતા.
મૂળ ગીર ગઢડા ગામના અનવરભાઈ બચુભાઇ જુમાણી અને તેમના પત્ની તસ્લિમબેન જે હાલ વેરાવળ રહે છે તેઓતા.૧૦ ના રોજ બન્નેબાઇક લઈને અને કોડીનાર જવા નીકળેલ હતા અને સાંજના પ્રસંગ પૂર્ણ કરી પરત વેરાવળ જતા હતા ત્યારે કોડીનાર વેરાવળ હાઇવે રોડ ઉપર આવેલ હોટલ ક્રિષ્નાની સામે પહોંચતા બાઈકને પાછળથી આવતી પીકઅપ બોલેરો ગાડી એ પુરઝડપે આવી ઠોકર મારી બન્ને ને ફંગોળી દીધેલ જેમાં ગંભીર ઇજાઓ થવાથી અનવરભાઈ મળત્યુ પામ્યા હતા જ્યારે તસ્લિમબેન ને ફેક્ચર સહિતની ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડયા હતા. પત્નિ તસ્લિમબેન ની ફરિયાદ લઈ પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે.
ઉબરી-સુંદરપરા રોડ પર કારે હડફેટે લેતા બાઈકચાલકનું મળત્યુ
કોડીનાર વેરાવળ નેશન લ હાઇવે ઉપર ઉંબરી ગામના બ્રીજથી સુંદરપરા ટોલનાકા વચ્ચે ગોરખમઢી થી આજોઠા જતા લાખાભાઈ કરશનભાઇ ભજગોતર ના બાઇક ને એક સફેદ કલરની મારૂતી અર્ટીકા ના ચાલકે હડફેટે લઇ માથા ના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ કરતા તેમનુ મળત્યુ નીપજ્યું હતું.આ બાબતે તેમના ભાઈ મેપાભાઈ કરશનભાઈ એ ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
