<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

હું ખેડૂતોની સાથે છું અને રહીશ. મારે રાજકારણમાં નથી આવવું: જેતપરમાં ખેડૂત આંદોલનને લઈને હકાભા ગઢવીનું મોટું નિવેદન

હકાભા ગઢવીએ આરોપ લગાવી કહ્યું કે તેમણે છાવણીમાં ન જવા દીધા. હકાભા ગઢવીના આક્ષેપ બાદ સમિતિએ માફી માગી હોવાની પણ વિગતો સામે આવી

  મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવીને ઉપવાસ છાવણીમાં આવવાની ના પાડી હોવાનો મોટો આક્ષેપ તેમણે પોતે જ કર્યો છે. આ ઘટનાને કારણે ખેડૂત આંદોલન સમિતિ અને કલાકાર વચ્ચે મોટો વિવાદ ઊભો થયો છે

હકાભા ગઢવીએ જણાવ્યું કે તેઓ અગાઉ બે વાર છાવણીમાં ગયા હતા. પરંતુ ત્રીજી વખત જવા માંગતા હતા ત્યારે આંદોલનના આગેવાનોએ તેમને આવવાની ના પાડી દીધી

ખેડૂતો સોશિયલ મીડિયા પર તેમને પૂછી રહ્યા હતા કે તેઓ છાવણીમાંથી કેમ ગાયબ થઈ ગયા છે, તેથી તેમણે આ ખુલાસો કરવો પડ્યો હતો 

તેમણે આક્ષેપ કર્યો કે આંદોલનના નિર્ણયો બંધ બારણે મીટિંગોમાં લેવાઈ રહ્યા છે. આંદોલન સ્થળે 5 કેમેરા લગાવવા જોઈએ જેથી ખેડૂતો સાથે કોઈ દગો ન થાય

આંદોલનના અગ્રણી આગેવાન નિલેશ એરવાડિયાએ તરત જ આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે આ સમગ્ર ઘટના માત્ર એક ગેરસમજનું પરિણામ છે

: આગેવાનોના જણાવ્યા મુજબ, જ્યારે હકાભાનો ફોન આવ્યો ત્યારે સ્થાનિક સમિતિની મહત્વની મીટિંગ ચાલુ હતી. તેથી 'આવડા મોટા કલાકારની યોગ્ય આગતા-સ્વાગતા થઈ શકે તેમ ન હોવાથી' તેમને તે દિવસે નહીં પણ બીજા દિવસે આવવા વિનંતી કરાઈ

(10:58 PM IST)