<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

જીવતાના કામ ન કરો તો કંઈ નહીં, મળત્‍યુ પછી તો શરમ રાખો સાવરકુંડલા સ્‍મશાનની બદતર હાલત જોઈ કોર્પોરેટરો લાલઘૂમ

અગ્નિદાહની ભટ્ટી તૂટેલી, તાાનઘાટ ખંડેર, ચારેબાજુ બાવળ-બોરડીનું સામ્રાજ્‍યઃ લાખોની ગ્રાન્‍ટ છતાં એક વર્ષથી મંજૂર કામો કાગળ પર, તાત્‍કાલિક કામ શરૂ ન થાય તો ઉપવાસની ચીમકી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૭: સાવરકુંડલા નગરપાલિકા હદ વિસ્‍તારના સ્‍મશાનની કથળેલી હાલત મુદ્દે કોર્પોરેટર ધર્મેન્‍દ્ર મહેતા અને અશોકભાઈ ખુમાણે તંત્ર સામે મોરચો માંડ્‍યો છે. પાયાની સુવિધાઓના અભાવે અંતિમ સંસ્‍કાર માટે આવતા સ્‍વજનો ગુમાવનારા પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો કે રાજ્‍ય સરકાર સ્‍મશાનની જાળવણી માટે લાખો રૂપિયાની ગ્રાન્‍ટ ફાળવે છે, તેમ છતાં કુંડલા વિભાગના સ્‍મશાનની મુખ્‍ય અગ્નિદાહ ભટ્ટી લાંબા સમયથી તૂટેલી હાલતમાં છે. ‘‘દુઃખના સમયે પરિવારને સુવિધા આપવાને બદલે પાલિકા રિપેરિંગ પણ કરાવી શકતી નથી, જે અત્‍યંત શરમજનક છે,'' એમ ધર્મેન્‍દ્ર મહેતાએ જણાવ્‍યું.  સ્‍મશાનની વર્તમાન સ્‍થિતિ , ભટ્ટી તૂટેલી મુખ્‍ય અગ્નિદાહ ભટ્ટી લાંબા સમયથી બંધ હાલતમાં. ઘબાકડા તૂટેલા શહેરમાં નવા બાકડા માટે ટેન્‍ડર થાય છે, પણ સ્‍મશાનના તૂટેલા બાકડા બદલાયા નથી.જંગલ જેવો માહોલર્ઃં ચારેબાજુ બોરડી, બાવળ અને ઘાસ ઉગી નીકળ્‍યું છે. સફાઈનો સદંતર અભાવ. તાાનઘાટ ખંડેર ન્‍હાવા માટેનો બાથરૂમ ખંડેર હાલતમાં, લાઈટ-પાણીની સુવિધા નથી.બાળ સ્‍મશાનની ફેન્‍સિંગ તૂટેલી અંદર ગંદકી અને ઘાસના ગંજ. સ્‍ટ્રીટલાઈટ અપૂરતી હયાત લાઈટો ચાલુ છે પણ રાત્રિના સમયે અંધારું રહેતા નવી લાઈટોની જરૂર. મેઈન ગેટ-દીવાલ તૂટેલી તોડી નાખ્‍યા બાદ રિપેરિંગ થયું નથી. 

કોર્પોરેટરોના જણાવ્‍યા મુજબ છેલ્લા એક વર્ષથી સ્‍મશાનમાં લાકડા-છાણા માટેનો હોલ તેમજ નવા બાથરૂમ મંજૂર થયેલા છે, છતાં કામગીરી શરૂ થઈ નથી. હાલ લાકડા-છાણા ખુલ્લામાં ધૂળ અને કાંટાળા ઝાંખરામાં પડ્‍યા છે, જે ચોમાસામાં પલળી જશે. ‘‘સ્‍વજનો ગુમાવનારા પરિવારોના આંસુઓની પણ પાલિકાને કદર નથી,'' એમ અશોકભાઈ ખુમાણે રોષ વ્‍યક્‍ત કર્યો. 

કોર્પોરેટરોએ ચેતવણી આપી છે કે જો તાત્‍કાલિક ધોરણે ભટ્ટીનું રિપેરિંગ, સફાઈ કામગીરી અને મંજૂર થયેલા કામો શરૂ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં લોકોને સાથે રાખીને ઉપવાસ પર બેસવામાં આવશે. 

‘‘બીજું કાઈ ન કરો તો ચાલશે, પણ સ્‍મશાનમાં સફાઈ અને પાયાની સુવિધાઓ તો પુરી પાડો! જીવતાના કામ ન કરો તો કંઈ નહીં, માણસના મળત્‍યુ પછી તો શરમ રાખો,'' એમ કોર્પોરેટર ધર્મેન્‍દ્ર મહેતાએ તંત્રને આડે હાથ લેતા જણાવ્‍યું હતું.

(10:35 AM IST)